સુનંદા પુષ્કર મોત મામલે શશિ થરુરને મળ્યા આગોતરા જામીન
સુનંદા પુષ્કર મોત મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને આગોતરા જામીન આપી દીધા છે.
સુનંદા પુષ્કર મોત મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરને આગોતરા જામીન આપી દીધા છે. શશિ થરુરે 3 જુલાઈના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમા આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ પહેલા કોર્ટે થરૂરને નોટિસ મોકલીને સાત જુલાઈ સુધી કોર્ટમાં હાજર થવાના નિર્દેશ પણ આપ્યા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરુરની આગોતરા જામીનની અરજીની સુનાવણી વખતે કહ્યુ કે તે પુરાવા સાથે કોઈ છેડછાડ નહિ કરી શકે અને પરવાનગી વિના દેશથી બહાર નહિ જઈ શકે. વળી, ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ થરુર પર હુમલો કરતા કહ્યુ કે આમાં ખુશ થવાની કોઈ વાત નથી.
સ્વામીએ કહ્યુ કે અત્યારે તે તિહારમાં નથી અને અત્યારે તે સોનિયા ગાંધી અને રાહુલ સાથે બેસી શકે છે કારણકે એ લોકો પણ જમાનતવાળા છે. સ્વામીએ થરુર પર હુમલો કરતા કહ્યુ કે તે હવે વિદેશ જઈને અલગ અલગ દેશોની પોતાની ગર્લફ્રેન્ડ્સને નહિ જોઈ શકે. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર દિલ્હીની લીલીવતી હોટલમાં 17 જાન્યુઆરી 2014 ના રોજ મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેના મોત વિશે અલગ અલગ વાતો કહેવામાં આવી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં થરુર પર ઘણા પ્રકારના સવાલ ઉભા કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
