For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા, શા માટે 3 મહિના પહેલા બનાવવા માગતા હતા વસિયત?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ રાજકીય ટાઇમ બોમ્બ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શશિ થરૂરના પત્ની સુનંદા પુષ્કરનું મોત કેવી રીતે અને શા માટે થયું તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કદાચ તસવીર સ્પષ્ટ થઇ જશે, પરંતુ આ વચ્ચે જે એક નવો પ્રશ્ન સામે આવ્યો છે, તે એ છે કે શું સુનંદાને પોતાની મોતનો અનુભવ થઇ ગયો હતો? આ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કારણ કે સુનંદા પુષ્કરે તાજેતરમાં જ પોતાની વસિયત તૈયાર કરવા માટેની પહેલ કરી લીધી હતી. આ માટે તેમણે પોતાના મિત્ર અને કોર્પોરેટ વકીલ રોહિત કોચરની મદદ માગી હતી.

sunanda-pushkar-will
સુનંદાએ રોહિતને કહ્યું હતું કે જિંદગીનો કોઇ ભરોસો નથી. જો કે, તેમણે આ વાત પોતાની બીમારીના સંદર્ભમાં કહી હતી. કોચર નવ જાન્યુઆરી પણ થરૂર દંપતિ સાથે હતા. આ રાત્રે તે દૂબઇમાં એક લગ્ન સમારોહમાં મળ્યા હતા. તમને જણાવી દઇએ કે સુનંદા પાસે અદાંજે સવા અરબની સંપત્તિ છે. એવુ પણ જણાવવામાં આવે છે કે, જો સુનંદાએ વસિયત બનાવી નથી તો, તેમની તમામ સંપત્તિ પુત્ર અને પતિમાં સહભાગે વહેંચી દેવામાં આવશે. બીજી તરફ સુનંદાના નજીકના સહેલી શ્રીદેવી બાદિગાએ જણાવ્યું કે સુનંદાને કોઇક બીમારી હતી.

શ્રીદેવી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુનંદા સાથે ગોવામાં હતી. શ્રીદેવીએ જણાવ્યું કે, સુનંદા અનેકવાર ઘરમાં પોતાને બંધ કરી લેતી હતી, પરંતુ તે એવી ક્યારેય નહોતી કે પોતાનો જીવ લઇ લે. તે આટલી ડરપોક નહોતી. નોંધનીય છે કે, સુનંદા પુષ્કરનો મૃતદેહ ગત 17 જાન્યુઆરીએ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ લીલાના એક રૂમમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર્સે સુનંદના મોતને રહસ્યમયી ગણાવ્યું છે. સુનંદાની સંપત્તિની વાત કરવામાં આવેતો તેની પાસે બેન્કમાં રોકડા 7 કરોડ રૂપિયા હતા. જમ્મુમાં 12 લાખની જમીન, કેનેડામાં 3.5 કરોડનું ઘર, દુબઇમાં 12 એપાર્ટમેન્ટ, જેમની કિંમત 95 કરોડ રૂપિયા, બે કરોડની જ્વેલરી અને પાંચ કરોડની 25 વિદેશી ઘડિયાળ હતી.

English summary
According to news reports, Sunanda Pushkar had sought the help of Rohit Kochhar, a friend and corporate lawyer, to help her draw up a will about three months before her death. At the time, she told him, “life is uncertain.”
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X