For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બધી મહિલાઓને કાયદા હેઠળ સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો અધિકાર છે', સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી(MTP) કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં મહિલાઓને મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી(MTP) કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં મહિલાઓને મોટી રાહત આપી છે. તેમણે કહ્યુ કે તમામ મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત માટે હકદાર છે.

pregnancy

સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ છે કે સ્ત્રીની વૈવાહિક સ્થિતિ તેની અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાના અધિકારને નકારવા માટેનુ કારણ બની શકે નહિ. અવિવાહિત અને અપરિણીત મહિલાઓને કાયદા હેઠળ ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નેન્સી અને કાયદા હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.

MTP એક્ટે આજની વાસ્તવિકતાઓ પર વિચાર કરવો જોઈએ

અદાલતે તેના ચુકાદામાં અવલોકન કર્યુ હતુ કે આધુનિક સમયમાં કાયદો એ ધારણાને નકારી રહ્યો છે કે વ્યક્તિના અધિકારો માટે લગ્ન એ પૂર્વશરત છે. MTP કાયદાએ આજની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ અને તેને જૂના ધોરણો દ્વારા પ્રતિબંધિત ન કરવી જોઈએ. બદલાતી સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવી જોઈએ.

English summary
Supreme Court big decision: All married and unmarried women have right for safe abortion under law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X