For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ, મહિલાઓને આ વર્ષે NDA પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આપો, તેને ટાળી ન શકાય

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે મહિલા ઉમેદવારોને આ વર્ષે નવેમ્બરમાં યોજાતી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી(એનડીએ) પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે મહિલા ઉમેદવારોને આ વર્ષે નવેમ્બરમાં યોજાતી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી(એનડીએ) પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ એક લૈગિંક સમાનતાનો મુદ્દો છે અને તેને આગળ માટે ટાળી ન શકાય. સંરક્ષણ મંત્રાલયે એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે મહિલા ઉમેદવારોને એનડીએ પરીક્ષામાં બેસવાની અનુમતિ આપવાની અધિસૂચના આવતા વર્ષે મે સુધી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટે કડકાઈ બતાવીને આજે કેન્દ્રને સ્પષ્ટ કહ્યુ કે આમાં ટાળવાનુ વલણ નહિ ચાલે. આ વર્ષની નવેમ્બરની પરીક્ષામાં છોકરીઓને બેસવાની મંજૂરી મળે.

SC

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે અમુક મુશ્કેલીઓ આવશે અને તૈયારી માટે પણ સમય જોઈએ. અમે આ બધાની ના નથી પાડતા પરંતુ આપણે તેને એક વર્ષ માટે ટાળી ન શકીએ. અમે એ મંજૂરી નહિ આપીએ કે તેને સરકાર એક વર્ષ માટે આગળ લંબાવે. આ એક ફેરફાર છે અને સિસ્ટમની મુશ્કેલીઓને દૂર કરીને આપણે તેને આગળ લંબાવવુ પડશે.

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે આપણે આ વિશે ચોક્કસ સમય-સીમા નક્કી કરવા નથી જઈ રહ્યા કે કઈ તારીખ સુધી યુપીએસસીને અધિસૂચના જાહેર કરવી જોઈએ. તે તમે નક્કી કરી લો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે જલ્દી આ વર્ષે 14 નવેમ્બરને યોજાનાર એનડીએ પરીક્ષામાં મહિલાઓની એન્ટ્રીને લઈને અધિસૂચના જાહેર થઈ શકે છે.

ઓગસ્ટમાં આપ્યો હતો મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે આ વર્ષે ઓગસ્ટમાં મહત્વનો ચુકાદો આપીને મહિલાઓને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી(એનડીએ)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે સેનાને પણ ઝાટકીને કહ્યુ હતુ કે મહિલાઓને પરીક્ષામાં શામેલ ન કરવાનો નિર્ણય સીધી રીતે જેન્ડરના આધારે ભેદભાવ છે.

English summary
Supreme Court directed the centre to allow women candidates to appear for November 2021 entrance exam to the NDA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X