For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

40 મિલિયન ડૉલર ટ્રાન્સફર કેસમાં વિજય માલ્યાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે વેપારી વિજય માલ્યાની અરજીને ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે વેપારી વિજય માલ્યાની એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે અદાલતની અવગણના કેસમાં 2017માં સંભળાવેલ આદેશ પર પુનર્વિચારનો અનુરોધ કર્યો હતો. આ કેસ વિજય માલ્યાના કોર્ટના એક આદેશને ના માનીને 4 કરોડ અમેરિકી ડૉલર પોતાના બાળકોના નામે ટ્રાન્સફર કરવા સાથે જોડાયેલો છે.

 આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો

આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો

2017માં કોર્ટે વિજય માલ્યાને કોર્ટની અવગણના કેસમાં દોષી ગણાવી દીધો હતો. વિજય માલ્યાએ કોર્ટના આદેશનુ ઉલ્લંઘન કરીને પોતાના બાળકોના ખાતામાં 4 કરોડ યુએસ ડૉલર ટ્રાન્સફર કર્યા હતા. માલ્યાએ સુપ્રીમ કોર્ટના નવ મે, 2017ના આ આદેશ પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી હતી. 27 ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ યુ યુ લલિત અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણે આ કેસમાં દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે વિજય માલ્યા સામે બે મોટા આરોપ છે. આમાં પહેલો આરોપ છે કે માલ્યાએ પોતાની સંપત્તિનો ખુલાસો નથી કર્યો અને બીજો સંપત્તિઓને ખોટી રીતે છૂપાવવાની કોશિશ કરી. આ કેસમાં આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

પોતાના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા

પોતાના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા

કોર્ટે 2017માં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના નેતૃત્વવાળી બેંકોના સમૂહની અરજી પર એ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે માલ્યાએ કથિત રીતે વિવિધ ન્યાયિક આદેશોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી બ્રિટિશ કંપની ડિયાજિયોથી મળેલા ચાર કરોડ અમેરિકી ડૉલર પોતાના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

બેંક લોન ડિફૉલ્ટ કેસનો આરોપી

બેંક લોન ડિફૉલ્ટ કેસનો આરોપી

વિજય માલ્યા 9000 કરોડ રૂપિયાની બેંક લોન ડિફૉલ્ટ કેસનો આરોપી છે. માલ્યા 2 માર્ચ, 2016ના રોજ ભારતથી લંડન ભાગી ગયો હતો. બ્રિટનની પોલિસ સ્કૉટલેન્ડ યાર્ડે તેની 18 એપ્રિલ, 2017ના રોજ ધરપકડ કરી હતી. જો કે લંડનની અદાલતે તેને થોડા કલાકોમાં જ જામીન પર છોડી દીધો હતો.

પૂછપરછ દરમિયાન ભડકી રિયા, અધિકારીએ આ રીતે કરી બોલતી બંધપૂછપરછ દરમિયાન ભડકી રિયા, અધિકારીએ આ રીતે કરી બોલતી બંધ

English summary
Supreme Court dismisses Vijay Mallya plea seeking review of its May 2017 order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X