INX Media Case: ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, તેમછતા રહેશે જેલમાં

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલ કેસમાં સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમના જામીન મંજૂર કરી દીધા છે. જો કે ચિદમ્બરમ હજુ પણ જેલમાં જ રહેશે. તે આ કેસમાં 24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે.

24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે

24 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે

ઈડીએ ચિદમ્બરમ સામે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 2007-08માં મળેલી વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (એફઆઈપીબી) ની પરવાનગીમાં અનિયમિતતા માટે 2017માં પીએમએલ હેઠળ ગુનાહિત કેસ નોંધ્યો હતો. આ દરમિયાન ચિદમ્બરમ નાણામંત્રી હતા અને આરોપ છે કે નિયમોની વિરુદ્ધ જઈને આ મંજૂરી આપવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને 21 ઓગસ્ટે ધરપકડ કરી હતી.

એક લાખના જાત મુચરકા પર જામીન મંજૂર

ચિદમ્બરને સીબીઆઈ કેસમાં જામીન મળી ગયા છે પરંતુ ઈડીની કસ્ટડીમાં હોવાના કારણે તેમને હાલમાં જેલમાં જ રહેવુ પડશે. સીબીઆઈ અને ઈડીએ આઈએનએક્સ મીડિયા કેસમાં અલગ અલગ કેસ નોંધ્યા હતા. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં ચિદમ્બરમને એક લાખ રૂપિયાના જાત મુચરકા પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યુ છે કે જેલમાંથી મુક્તિ બાદ તેમણે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવુ પડશે.

ઈડીએ પૂછપરછ બાદ જેલમાં જ કરી હતી ધરપકડ

ઈડીએ પૂછપરછ બાદ જેલમાં જ કરી હતી ધરપકડ

આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડીએ તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની ધરપકડ કરી હરતી. તેમની જેલમાં જ બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીએ ચિદમ્બરની ધરપકડ કરી હતી. આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્લી કોર્ટે ઈડીને મંજૂરી આપી હતી કે તે તિહાર જેલમાં બંધ પી ચિદમ્બરમની પૂછપરછ કરી શકે છે. સાથે જ કોર્ટે એ પણ કહ્યુ હતુ કે જો જરૂર પડી તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X