For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો 1 રૂપિયાનો દંડ, ન ભરવા પર 3 મહિનાની જેલ

સુપ્રીમ કોર્ટે અદાલતની અવગણના કેસમાં સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે અદાલતની અવગણના કેસમાં સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બરે એક રૂપિયા દંડ ભરવાનો આદેશ આપ્યો છે. પ્રશાંત દંડ ન ભરે તો તેમને ત્રણ મહિના માટે જેલમાં મોકલી દેવામાં આવશે. ચીફ જસ્ટીસ એસએ બોબડે વિશે ટ્વિટ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણે અદાલતની અવગણનાના દોષી ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેસમાં પ્રશાંત ભૂષણને માફી માંગવા કહ્યુ હતુ પરંતુ પ્રશાંત ભૂષણે આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આજે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સજાનુ એલાન કર્યુ છે.

ભૂષણનુ પગલુ અયોગ્ય

ભૂષણનુ પગલુ અયોગ્ય

જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ બી આર ગવઈ અને જસ્ટીસ કૃષ્ણ મુરારીની પીઠે આ કેસમાં સજા સંભળાવીને કહ્યુ કે ભૂષણે પોતાના નિવેદનને પબ્લિસિટી અપાવી તે બાદ કોર્ટે આ કેસમાં જાણવાજોગ લીધી. કોર્ટે ચુકાદામાં ભૂષણના પગલાંને અયોગ્ય માનીને કહ્યુ કે કોર્ટના વિચાર કરવા પહેલા જ પ્રશાંત ભૂષણના પ્રેસે આપેલ નિવેદન કાર્યવાહીને પ્રભાવિત કરનારા હતા. સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ સંભળાવીને કહ્યુ કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત ન થઈ શકે.

પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો હતો

પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો હતો

પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટીસ વિશે ટ્વિટ કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે જાણવાજોગ લઈને તેમના પર અવગણનાનો કેસ ચલાવ્યો હતો. અદાલતે તેમને 14 ઓગસ્ટે અવગણનાના દોષી ગણાવ્યા. ત્યારબાદ 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની સજા પર સુનાવણી ટાળી દીધી અને તેમને પોતાના એ નિવેદન પર ફરીથી વિચાર કરવા કહ્યુ જેમાં તેમણે આ કેસમાં માફી માંગવાનો ઈનકાર કરી દીધો હતો.

ભૂષણના નિવેદન અને સફાઈને વાંચવી દર્દનાક

ભૂષણના નિવેદન અને સફાઈને વાંચવી દર્દનાક

પ્રશાંતના માફી માંગવાના સ્પષ્ટ ઈનકાર કર્યા બાદ 25 ઓગસ્ટે કેસની સુનાવણી ટળી હતી. સુનાવણી દરમિયાન જસ્ટીસ મિશ્રાએ કહ્યુ હતુ કે અમે નિષ્પક્ષ ટીકાનુ સ્વાગત કરીએ છીએ. અમે ટીકાનો જવાબ આપવા માટે પ્રેસમાં જઈ શકીએ છે. એક જજ તરીતે હું ક્યારેય પ્રેસમાં નથી ગયો. આ જ એ નૈતિકતા છે જેનુ આપણે અવલોકન કરવાનુ છે. ભૂષણના નિવેદન અને સફાઈને વાંચવી દર્દનાક છે. પ્રશાંત ભૂષણ જેવા 30 વર્ષના અનુભવી વરિષ્ઠ વકીલે આ રીતનો વ્યવહાર ન કરવો જોઈએ. જસ્ટીસ મિશ્રાએ કહ્યુ કે અમે અંદર અને બહારની ઘણી વાતો જાણીએ છે પરંતુ શું અમે એ બધા માટે પ્રેસમાં જઈ શકીએ છે? અમે ન જઈ શકીએ. આપણે એકબીજાની અને સંસ્થાની ગરિમાની રક્ષા કરવી જોઈએ. 25 ઓગસ્ટે પણ કેસમાં સજા માટે એલાન કરવામાં આવ્યુ નહોતુ. સુનાવણી દરમિયાન એટર્ની જનરલે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડવાની અપીલ કોર્ટને કરી હતી.

40 મિલિયન ડૉલર ટ્રાન્સફર કેસમાં વિજય માલ્યાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી40 મિલિયન ડૉલર ટ્રાન્સફર કેસમાં વિજય માલ્યાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

English summary
supreme court judgement in prashant bhushan contempt of court matter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X