For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ્રપાલી ગ્રુપના ભ્રષ્ટાચારમાં આવ્યુ મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીનું નામ

આમ્રપાલી ગ્રુપ સાથે ગરબડના આરોપમાં મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે તેમની પત્ની સાક્ષીનું નામ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની એક વાર ફરીથી આમ્રપાલી ગ્રુપ માટે ચર્ચામાં છે. પરંતુ આ વખતે મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પોતે આ મુદ્દે આંગળી ઉઠાવી છે. વાસ્તવમાં આમ્રપાલી ગ્રુપ સાથે ગરબડના આરોપમાં મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે તેમની પત્ની સાક્ષીનું નામ સામે આવ્યુ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સાક્ષીનો ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કંપનીઓના પૈસા આમથી તેમ કરવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આમ્રપાલી ગ્રુપની કંપની આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ વિચારીને દુઃખ થાય છે કે મને ક્યારેય કોઈ છોકરીએ લગ્ન માટે પ્રપોઝ નથી કર્યુ: સલમાન ખાનઆ પણ વાંચોઃ વિચારીને દુઃખ થાય છે કે મને ક્યારેય કોઈ છોકરીએ લગ્ન માટે પ્રપોઝ નથી કર્યુ: સલમાન ખાન

ધોનીની પત્ની કંપનીની ડાયરેક્ટર, 25 ટકા શેર

ધોનીની પત્ની કંપનીની ડાયરેક્ટર, 25 ટકા શેર

કોર્ટના ચુકાદાના પેજ નંબર 85 પર લખ્યુ છે કે કંપનીએ તમામ શેર કેપિટલ અને ખર્ચ વગેરે કેશમાં કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોની આ કંપનીના ડાયરેક્ટર હતા અને મહેન્દ્ર સિંહ ધોની કંપનીના પ્રમોટર. આ કંપની દ્વારા આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટે પૂરો કરવા માટે ઘણા પૈસાની લેવડ-દેવડ થઈ છે. તેમણે બીજી કંપનીઓ સાથે પણ અગ્રીમેન્ટ કર્યુ. કોર્ટના ચુકાદામાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી કંપનીની ડાયરેક્ટર હતી અને તેમની પાસે કંપનીના 25 ટકા શેર હતા. જ્યારે કંપનીના 75 ટકા શેર આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ કુમાર શર્મા પાસે હતા.

રાંચીમાં પ્રોજેક્ટના નામ પર બનાવવામાં આવી કંપની

રાંચીમાં પ્રોજેક્ટના નામ પર બનાવવામાં આવી કંપની

ફોરેન્સિક ટીમના ઑડિટ રિપોર્ટ અનુસાર ઘર ખરીદવાના નામે ખરીદારો પાસેથી 56198 કરોડ રૂપિયા લેવામાં આવ્યા જેને આમ્રપાલી ગ્રુપની આ કંપનીઓમાં મોકલવામાં આવ્યા. આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડે પણ ઘણા પૈસા કેશ તરીકે મેળવ્યા છે. આ કંપનીની શરૂઆત ડિસેમ્બર 2011માં થઈ હતી અને તેના કામકાજ વિશે કંઈ માહિતી આપવામાં આવી નહોતી. કંપનીના વર્ષ 12, 13, 14ના નાણાંકીય લાભની પણ માહિતી ઉપલબ્ધ નથી. ઑડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ કંપનીની શરૂઆથ રાંચીમાં એક પ્રોજેક્ટ માટે કરવામાં આવી હતી. આના માટે બે પાર્ટીઓ વચ્ચે એમઓયુ પણ સાઈન થયા હતા પરંતુ આના દસ્તાવેજ પૂરા પાડવામાં આવ્યા નથી.

ધોનીએ કર્યા હતો કેસ

ધોનીએ કર્યા હતો કેસ

તમને જણાવી દઈએ કે જે રીતે આમ્રપાલી ગ્રુપના ભ્રષ્ટાચારમાં ધોનીનું નામ આવ્યુ, ત્યારબાદ ધોની કંપનીથી અલગ થઈ ગયા. ત્રણ વર્ષ બાદ ધોનીએ કંપની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને માનહાનિ તરીકે 40 કરોડ રૂપિયાની માંગ કરી. મંગળવારે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં માન્યુ છે કે પ્રારંભિક રીતે લાગે છે કે ફેમાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે, મની લોંડ્રિંગ કરવામાં આવ્યુ છે.

English summary
Supreme court names Mahendra Singh Dhoni's wife Sakshi Dhoni in Amrapali group scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X