For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ

રાફેલ સોદાની તપાસની માંગ માટે કરાયેલ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આને સરકાર માટે ઝટકો કહેવો યોગ્ય નથી.

|
Google Oneindia Gujarati News

રાફેલ સોદાની તપાસની માંગ માટે કરાયેલ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આને સરકાર માટે ઝટકો કહેવો યોગ્ય નથી. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ધારણા બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરકાર માટે ઝટકો છે.

અદાલતે ચુકાદો નથી સંભળાવ્યો

અદાલતે ચુકાદો નથી સંભળાવ્યો

પ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી વિશે જે ધારણા બનાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. અદાલતે કેસના મેરિટ પર ચુકાદો નથી આપ્યો. રવિશંકર પ્રસાદે કહ્યુ કે એવુ લાગી રહ્યુ છે કે જાણીજોઈને એ માહોલ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કોર્ટના ચુકાદાથી સરકારી પક્ષને ઝટકો લાગ્યો છે. બિહારની પટના સાહિબ સીટથી ભાજપા ઉમેદવાર પ્રસાદે કહ્યુ કે રાફેલને તેમની સરકાર એટલા માટે લાવી કારણકે દેશની વાયુસેનાને જરૂર છે. હાલમાં દેશની સુરક્ષા મજબૂત કરવાની જરૂર છે જેના માટે સરકાર પ્રયાસરત છે.

બુધવારે આવ્યો છે અદાલતનો ચુકાદો

બુધવારે આવ્યો છે અદાલતનો ચુકાદો

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ કે કોલ અને કે એમ જોસેફની ખંડપીઠે બુધવારે કેન્દ્ર સરકારના વાંધાઓને ફગાવી દીધા છે. કોર્ટે પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરીને રાફેલ ડીલ સાથે સંબંધિત ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજીની આગળની સુનાવણી કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌર, યશવંત સિન્હા અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ સોદા પર પુનર્વિચાર અરજી કરી છે.

વિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ

વિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ

કોર્ટના આ આદેશ બાદ વિપક્ષે પીએમ નરેન્દ્ર મોદી અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે નરેન્દ્ર મોદીના જૂઠનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો છે. રાફેલના ભ્રષ્ટાચારનું એક જૂઠ છુપાવવા માટે ચોર ચોકીદારે સો જૂઠ બોલ્યા પરંતુ છેવટે સચ્ચાઈ બહાર આવી ગઈ. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યુ છે કે સરકારે ગરબડ કરી છે, જે સામે આવવાની જ છે. અરજીકર્તા અને વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરી અને યશવંત સિન્હાએ કહ્યુ કે તે સતત આ ડીલમાં ગોટાળાની વાત કહી રહ્યા છે અને હવે તે સામે પણ આવશે.

આ પણ વાંચોઃ શાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબઆ પણ વાંચોઃ શાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ

English summary
supreme court on rafale deal bjp ravi shankar prasad reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X