For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નમાઝ માટે મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશવાળી હિદુ મહાસભાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે મસ્જિદોમાં નમાઝ માટે મહિલાઓના પ્રવેશની અનુમતિ આપવાની માંગ કરતી અખિલ ભારત હિંદુ મહાસભાના કેરળ એકમે અરજીને ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે મસ્જિદોમાં નમાઝ માટે મહિલાઓના પ્રવેશની અનુમતિ આપવાની માંગ કરતી અખિલ ભારત હિંદુ મહાસભાના કેરળ એકમે અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની ત્રણ સભ્યોની બેંચે કેરણ હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યુ કે આ જનહિત અરજી પ્રાયોજિત છે.

SC

આ મામલે દાખલ કરેલ અરજીના ફગાવીને સુપ્રીમ કોર્ટે પૂછ્યુ, 'તમે કોણ છો? તમે કેવી રીતે પ્રભાવિત છો? અમારી સામે પીડિત પક્ષને આવવા દો, ત્યારબાદ અદાલત વિચાર કરી શકે છે.' વાસ્તવમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાની કેરળ એકમની આ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર રોક તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે, અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે આ વિશે કાયદેસર નિર્દેશ જાહેર કરો.

કેરળ એકમના અધ્યક્ષ સ્વામી દત્તાત્રેય સાંઈ સ્વરૂપનાથને જ્યારે જજોના જવાબ મલયાલમ ભાષામાં આપવાનો પ્રયત્ન કર્યો તો પીઠે કક્ષમાં હાજર એક વકીલને તેનુ અનુવાદ કરવા કહ્યુ. ત્યારબાદ વકીલે પીઠ માટે અનુવાદ કરીને કહ્યુ, સ્વામી અરજીકર્તા છે અને તેમણે કેરળ હાઈકોર્ટના 11 ઓક્ટોબર 2018ના ચુકાદાને પડકાર્યો છે.

આના પર પીઠે કહ્યુ કે હાઈકોર્ટે પોતાના આદેશમાં આ તથ્યનો ઉલ્લેખ કર્યો છે કે આ અરજી પર સુનાવણી પહેલા જ મીડિયામાં સમાચારો હતા અને આ પ્રાયોજિત અરજી લાગે છે જેનો હેતુ સસ્તા પ્રચારનો છે. પીઠે કહ્યુ કે અમને હાઈકોર્ટના ચુકાદામાં દખલ દેવાનું કોઈ કારણ દેખાતુ નથી માટે આ અરજી ફગાવી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં રેડ એલર્ટ, આ જગ્યાઓએ આજે આવી શકે છે આંધી-તોફાનઆ પણ વાંચોઃ મુંબઈમાં રેડ એલર્ટ, આ જગ્યાઓએ આજે આવી શકે છે આંધી-તોફાન

English summary
Supreme Court rejects hindu mahasabha's plea seeking women's entry into mosques
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X