Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NEET-JEE પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી 6 રાજ્યોએ કરેલી પુનર્વિચાર અરજીને SCએ ફગાવી

6 રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં નીટ-જેઈઈ ચુકાદા વિશે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેને SCએ ફગાવી દીધી છે

નવી દિલ્લીઃ કોરોના સંકટકાળમાં નીટ-યુજી અને જેઈઈની પરીક્ષા કરાવવાના ચુકાદાનુ સુપ્રીમ કોર્ટે સમર્થન કર્યુ હતુ અને પરીક્ષા કરાવવાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ 6 રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં ચુકાદા વિશે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે 6 રાજ્યોના કેબિનેટ મંત્રીઓ તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.

SC

તમને જણાવી દઈએ કે પંજાબ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર તરફથી સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. આ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને નીટ-જેઈઈ પરીક્ષાના આયોજન પર ચિંતા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(NTA) નીટ-જેઈઈ પરીક્ષાઓનુ આયોજન કરે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી જેઈઈનુ આયોજન 1થી 6 સપ્ટેમ્બર સુધી કરી રહી છે જ્યારે નીટની પરીક્ષાનુ આયોજન 13 સપ્ટેમ્બરના રોજ થશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારની ખંડપીઠે આ પુનર્વિચાર અરજીને આજે ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે સર્વોચ્ચ અદાલતના 17 ઓગસ્ટના પોતાના આદેશમાં પરીક્ષાઓના આયોજનને લીલી ઝંડી આપી દીધી હતી ત્યારબાદ આ રાજકીય મુદ્દો બની ગયો. બિન ભાજપ રાજ્યોએ આના પર પુનર્વિચાર માટે અરજી દાખલ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X