For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો

રાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. જણાવી દઈએ કે અગાઉ કોર્ટે 14 ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ડીલની પ્રક્રિયા યોગ્ય ઠેરવી હતી. પરંતુ આ બાદ મીડિયાના કેટલાક રિપોર્ટ અને કાગળ આધાર પર સુપ્રીમ કોર્ટે આ મામલાને લઈ દાખલ પુર્વિચાર અરજીની સુનાવણી માટે હામી ભરી હતી. જે બાદ આ મામલે સુનાવણી શરૂ થઈ.

rafale deal

જે બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો. જેના પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો કે કોર્ટે સમય ન આપ્યો. જે બાદ કેન્દ્ર સરકાર તરફથી 4મેના રોજ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ પર એક ફ્રેશ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે. સરકારે પોતાના આ નવા એફિડેવિટમાં કહ્યું કે 14 ડિસેમ્બર 2018ના રોજ 36 રાફેલની ખરીદી પર જે ફેસલો આપવામા આવ્યો હતો તે યોગ્ય હતો.

પોતાના એફિડેવિટમાં સરકારે કહ્યું કે અપ્રામાણિત મીડિયા રિપોર્ટ અને અધૂરી ફાઈલ્સને પુનર્વિચાર માટે આધાર ન બનાવી શકાય. સરકાર તરફથી દાખલ આ એફિડેવિટ મુજબ રાફેલ રાફેલ ડીલની પીએમઓ તરફથી થઈ રહેલ દેખરેખને હસ્તક્ષેપ અથવા સમાંતર વાતચીત તરીકે ન ગણી શકાય. ઉપરાંત આ એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તત્કાલીન રક્ષામંત્રીએ ફાઈલમાં લખ્યું છે કે એવું લાગે છે કે પીએમઓ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી આના પર નજર રાખવામાં આવી રહી છે જે સંમેલનમાં થયેલ મુલાકાતનું પરિણામ છે.

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે ઈનકાર કરી દીધો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મામલે અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે તમારી અરજી નહિ સાંભળશું.

આ પણ વાંચો- 23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ

English summary
Supreme Court reserves order on Rafale deal review petitions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X