For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ

23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પૂર્વ પીએમ રાજીવ ગાંધીને લઈ આપવામાં આવેલ નિવેદન પર મહાસંગ્રામ મચ્યો છે. પીએમ મોદીએ પહેલા તેમની ભ્રષ્ટાચારી નંબર 1 ગણાવ્યા અને પછી એક દિવસ બાદ જ આઈએનએસ વિરાટ પર રજા મનાવવાની વાત બોલી ઘાવ પર તેલ રેલ્યું. પીએમ મોદીના આ નિવેદન પર હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પલટવાર કર્યો છે. કમલનાથે ગુરુવારે કહ્યું કે પીએમ મોદી રાજીવ ગાંધી પર જે આરોપો લગાવી રહ્યા છે તે બહુ બકવાસ છે.

કમલનાથ બોલ્યા- મોદીને છે આ ડર

કમલનાથ બોલ્યા- મોદીને છે આ ડર

ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલ ઈન્ટર્વ્યૂમાં સીએમે કહ્યું કે તેમની વાત કરવાની રીતથી લાગે છે કે તેઓ બહુ ડરી ગયા છે અને તેમને લાગે છે કે તેમની ગુજરાત વાપસીનો સમય આવી ગયો છે. કમલનાથે કહ્યું કે આ દુઃખદ વાત છે કે મોદી પોતાની હેસિયત ભૂલી ગયા છે. જેવી રીતે તેઓ આરોપ લગાવી રહ્યા છે તેઓ બહુ હલકા છે. કમલનાથે કહ્યું કે જનતાનું ધ્યાન ભટકાવવા માટે યુવાઓ, ખેડૂતો અને વ્યાપારીઓની વાત નથી કરી રહ્યા. તેઓ લોકોને ભટકાવી રહ્યા છે.

પીએમ મોદીના આ નિવેદનને લઈ બબાલ મચી

પીએમ મોદીના આ નિવેદનને લઈ બબાલ મચી

જણાવી દઈએ કે પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા શનિવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કહ્યું હતું કે રાજીવ ગાંધીનો અંત ભ્રષ્ટાચારીના રૂપમાં થયો છે. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે તમને (રાહુલ ગાંધીના) પિતાને કોર્ટ અધિકારીઓએ મિસ્ટર ક્લિન ગણાવ્યા હતા, પરંતુ તેમનું જીવન ભ્રષ્ટાચારી નંબર 1ના રૂપમાં સમાપ્ત થઈ ગયું. પીએમ મોદીના આ નિવેદનને બોફોર્સ કૌભાંડ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જેમાં રાજીવ ગાંધી ફસાયેલા હતા. જણાવી દઈએ કે 1991માં ચેન્નઈ નજીક શ્રીપેરુમ્બદૂરમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.

કમલનાથ બોલ્યા- મોદીની ઘર વાપસી નક્કી

કમલનાથ બોલ્યા- મોદીની ઘર વાપસી નક્કી

કમલનાથે પીએમના એ નિવેદન પર પણ પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ત્રીજા અને ચોથા તબક્કાના મતદાન બાદ જ વિપક્ષ ચૂંટણી હારી ગયું છે. આના પર કમલનાથે કહ્યું કે તેઓ બીજું શું કહેશે? તેઓ એમ તો કહેશે નહિ કે તેઓ જમીન ગુમાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે, તેમની ઘરવાપસી નક્કી છે. આ ઉપરાંત કમલનાથે કહ્યું કે મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટી 29 લોકસભા સીટમાંથી 22 સીટ જ જીતી રહી છે. જણાવી દઈએ કે ભાજપે 2014ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં 27 સીટ પર જીત હાંસલ કરી હતી. મધ્ય પ્રદેશમાં કુલ 4 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. બે તબક્કાના મતદાન થઈ ચૂક્યાં છે જ્યારે ત્રીજા તબક્કાના મતદાન ક્રમશઃ 12 અને 19મી મેના રોજ થશે.

પીએમ મોદી પર TIME મેગેઝીનની વાંધાજનક હેડલાઈન, ‘India's divider in chief'પીએમ મોદી પર TIME મેગેઝીનની વાંધાજનક હેડલાઈન, ‘India's divider in chief'

English summary
lok sabha elections 2019: Kamal Nath said PM Narendra Modi time has come for him to return to Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X