પુખ્ત વયની યુવતી પોતાના નિર્ણય પોતાની રીતે લઇ શકે છે

Written By:
Subscribe to Oneindia News

સુપ્રિમ કોર્ટે એક અરજી પર સુનવણી કરતા યુવતીઓને પોતાનો નિર્ણય પોતે લેવાની છૂટ પર મોહર લગાવી છે. ઉચ્ચતમ ન્યાયલયે સાફ કહ્યું છે કે પુખ્ત વયની ઉંમરે યુવતી પોતાના જીવનના નિર્ણય પોતાની રીતે લઇ શકે છે. અને આ તેમનો હક છે તે માટે કોઇને પણ સુપર ગાર્ડિયન બનવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે એક માંએ તેની અરજીમાં પોતાની છોકરીની કસ્ટડી માંગી હતી. જેને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તેની મરજીની માલિક છે.

India

મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની આગેવાનીમાં બોલવવામાં આવેલી બેંચમાં આ નિર્ણય થયો છે. કોર્ટે તિરુવનંતપુરમમાં રહેતી એક માંની અરજી પર આ નિર્ણય કહ્યો છે. ઉલ્લેખનીય છે કે માંએ તેની અરજીમાં કહ્યું છે કે તેની 19 વર્ષીય પુત્રી કુવૈતમાં પિતા સાથે રહે છે. તે મામલે માંએ દિકરીની કસ્ટડી માંગી હતી. જેને કોર્ટે ફગાવી છે. છોકરીએ કોર્ટમાં કહ્યું છે કે તે પિતા સાથે કુવૈતમાં જ રહીને કેરિયર બનાવવા માંગે છે. કોર્ટેમાં સ્પષ્ટ પણે યુવતીઓ પોતાનો વિચાર વ્યક્ત કરતા કોર્ટે પણ યુવતીની વાત માની અરજી ફગાવી હતી. જો કે કોર્ટે 13 વર્ષના પુત્રને ઉનાળાના વેકેશનમાં માં પાસે મોકલવાનો આદેશ કર્યો છે.

English summary
Supreme Court Says An Adult Girl Can Live Life Of Her Choice, Courts Are Not Their Super Guardians.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.