For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Euthanasia: SC નો નિર્ણય, ઈચ્છામૃત્યુ ને આપી મંજૂરી

આજે સુપ્રીમ કોર્ટ ઘ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટ ઘ્વારા જરૂરી દિશા નિર્દેશનું પાલન કરતા પેસિવ યુથનેસીયા એટલે કે સુખદ ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી દીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે સુપ્રીમ કોર્ટ ઘ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટ ઘ્વારા જરૂરી દિશા નિર્દેશનું પાલન કરતા પેસિવ યુથનેસીયા એટલે કે સુખદ ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી દીધી છે. આપણે જણાવી દઈએ કે લાંબા સમ થી આ મુદ્દા પર ચર્ચા થઇ રહી હતી. કોર્ટ ઘ્વારા આ નિર્ણંય તે યાચિકા પર સુનવણી દરમિયાન આપવામાં આવ્યો છે જેમાં મરવાની હાલતમાં પડી રહેલા વ્યક્તિની લિખિત વસિયતને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટના પાંચ જજ ની પેનલ ઘ્વારા આ યાચિકા પર સુનાવણી કરતા જણાવવામાં આવ્યું કે કેટલાક જરૂરી દિશા નિર્દેશ સાથે તેની મંજૂરી આપવામાં આવી રહી છે.

ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર

ગરિમાપૂર્ણ મૃત્યુનો અધિકાર

ઈચ્છા મૃત્યુ માટે લખવામાં આવેલી વસિયતમાં એક એવો દસ્તાવેજ હોય છે. જેમાં દર્દી પહેલાથી લિખિત નિર્દેશ આપે છે મરવાની હાલતમાં પહોંચ્યા પછી તેને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે અને તેનો ઉપચાર બંધ કરી દેવાય. પાંચ જજ ની બેન્ચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગરીમાપૂર્વક મરવાનો અધિકાર મળવો જોઈએ. તેમની મૃત્યુ પીડારહિત હોવી જોઈએ.

નિયમોનું પાલન

નિયમોનું પાલન

સુનાવણી દરમિયાન કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈચ્છા મૃત્યુ માટે વસિયત કોઈ મેજિસ્ટ્રેટ સામે બની છે કે નહીં. આ દરમિયાન બે સાક્ષીઓનું હોવી પણ જરૂરી છે. કોર્ટ ઘ્વારા નિયમોનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

કુત્રિમ સપોર્ટ પર જીવવા માટે મજબુર નહીં કરાય

કુત્રિમ સપોર્ટ પર જીવવા માટે મજબુર નહીં કરાય

આખા મુદ્દા પર કેન્દ્ર સરકાર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈચ્છા મૃત્યુ પર બધી રીતે ધ્યાન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઘ્વારા ઈચ્છા મૃત્યુનો કોર્ટમાં વિરોધ કર્યો હતો. કોર્ટ ઘ્વારા પોતાના નિર્ણંયમાં જણાવવામાં આવ્યું કે કોઈને પણ તેની મરજી વિરુદ્ધ કુત્રિમ સપોર્ટ પર જીવવા માટે મજબુર નહીં કરી શકાય.

English summary
Supreme court says passive euthanasia is permissible with guidelines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X