For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીચરના સ્થાને 'હેલ્પર'ની નિમણૂંક, ગુજ. સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 20 મે : ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત સરકારની વિદ્યા સહાયક યોજના સુપ્રીમ કોર્ટના નિશાના પર છે. કોર્ટે ગુજરાત સરકારની આ યોજના અંતર્ગત પ્રાયમરી શાળામાં વિદ્યા સહાયકોની નિમણૂંક કરવા બદલ ઝાટકણી કાઢી છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જ્યારે દેશમાં શિક્ષાના અધિકારનો કાયદો લાગૂ થઇ ચૂક્યો છે કે તો આવામાં શાળામાં ફૂલ ટાઇમ એટલે કે કાયમી શિક્ષકોની નિમણૂંક શા માટે કરવામાં નથી આવી રહી. સુપ્રીમ કોર્ટે કઠોર ટિપ્પણી કરતા જણાવ્યું કે વિદ્યા સહાયક તરીકે નિમણૂંક કરવામાં આવતા ટીચર્સ વિદ્યાના શત્રૂ સમાન છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસે બુધવાર સુધી જવાબ માંગ્યો છે.

ગુજરાત ટીચર યૂનિયન સરકારની વિદ્યા સહાયક યોજના સામે પહેલા હાઇ કોર્ટમાં ગયું હતું. હાઇ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી અને આદેશ આપ્યો હતો કે વિદ્યા સહાયકોને પહેલા દિવસથી ટીચરનો પે સ્કેલ આપવામાં આવે. આ નિર્ણય સામે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. જેની પર સુનવણી કરતા કોર્ટે કહ્યું કે માત્ર અઢી હજાર રૂપિયાની સેલેરી પર ટીચર આખરે કેવી રીતે કામ કરી રહ્યા છે.

English summary
Supreme court slam to Gujarat government for Vidhya sahayak appointment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X