For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ આગની ઘટના અંગે સુપ્રીમ કોર્ટની ગુજરાતને ફટકાર, કહ્યું, 'તથ્યો દબાવવાં ન જોઈએ'

રાજકોટ ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં લાગેલી આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. સર્વોચ્ચ ન્યાયાલય કહ્યું કે તથ્યોને દબાવવાના કોઈ પ્રયત્ન ન થવા જોઈએ. રાજકોટમાં કોરોના હૉસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
સુપ્રીમ કોર્ટ

રાજકોટ ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં લાગેલી આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે.

સર્વોચ્ચ ન્યાયાલય કહ્યું કે તથ્યોને દબાવવાના કોઈ પ્રયત્ન ન થવા જોઈએ. રાજકોટમાં કોરોના હૉસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

કોર્ટે કહ્યું, "અમે ગુજરાતનો જવાબ જોયો છે, પાંચ લોકોનાં સાતમા માળે મોત થયાં છે. આ કયા પ્રકારની એફિડેવિટ છે. તથ્યોને દબાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ."

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનાનું સંજ્ઞાન લીધું હતું.

જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વવાળી બૅન્ચે કહ્યું, "તપાસ સમિતિઓ બનાવવામાં આવી. એફઆઈઆર દાખલ કરવામાં આવી પણ લોકોને કોઈપણ કારણોસર જામીન મળી ગયા. સમિતિઓ બાદ સમિતિઓ બનાવવામાં આવી પરંતુ કંઈ થયું નહીં."

https://twitter.com/ANI/status/1333692594304344064

બૅન્ચે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ મામલાને જુએ સારી રીતે એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે.

આ મામલે તુષાર મહેતાએ બૅન્ચને કહ્યું કે તેઓ આ મામલાને જોશે અને રાજ્ય સરકાર સાથે આ મામલે વાત કરશે.

હવે આ મામલાની આગળની સુનાવણી 3 ડિસેમ્બરના રોજ થશે.

સુપ્રીમ કોર્ટે રાજકોટની આગની ઘટનાને આઘાતજનક ગણાવી અને કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. આ સરકારી ડેજીગનેટે હૉસ્પિટલોની સ્થિતિ દર્શાવે છે કારણ કે આવી ઘટના બીજાં સ્થળો એ પણ બની છે.

મહેતાએ કહ્યું કે આ મામલે ગૃહ સચિવ આજે અથવા તો આવતીકાલે મિટિંગ કરીને યોગ્ય દિશા-નિર્દેશો આપશે.

રાજકોટની આગની ઘટના મામલે આ પહેલાં નીતિન પટેલે કહ્યું હતું કે હૉસ્પિટલમાં રહેલાં 26 દર્દીઓને બચાવી લેવાયા હતા જ્યારે પાંચનાં મોત થયાં હતાં.

https://www.youtube.com/watch?v=tlQVtylMFkU

પટેલે કહ્યું કે ગયા શુક્રવારે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલમાં આગ લાગી હતી. ચાર માળની હૉસ્પિટલમાં આઈસીયુ વૉર્ડમાં આગ લાગી હતી. આ હૉસ્પિટલમાં 31 દર્દીઓ દાખલ હતાં.

સુપ્રીમ કોર્ટમાં આજે કોરોનાના દર્દીઓની સારવારે લઈને હૉસ્પિટલની તૈયારીઓ અને મૃતદેહો સાથે ઉચિત વ્યવહાર મામલે સુનાવણી થઈ હતી. એ દરમિયાન ગુજરાતની આગનો મામલો ઊભરીને આવ્યો હતો.


23 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ગુજરાતને શું કહ્યું હતું?

https://www.youtube.com/watch?v=amU6xKhBhX4

સુપ્રીમ 23 નવેમ્બરે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.

દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, અને આસામની રાજ્ય સરકારોને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે રાજ્યો પાસેથી જવાબ માગ્યો હતો કે તેઓ મહામારીને રોકવા માટે શું પગલાં લઈ રહી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાએ સંક્રમણના વધી રહેલા કેસને જોતાં ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.


ગુજરાતની હૉસ્પિટલોમાં આગનો ઘટનાક્રમ

રાજકોટની હૉસ્પિટલના ICU વૉર્ડમાં મોડી રાત્રે આગ, પાંચનાં મોત

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કોવિડ હૉસ્પિટલ્સમાં આગની ઘટનાઓ ગુજરાતમાં બની છે.

એક અઠવાડિયા પહેલાં સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં પણ આગ લાગી હતી. જ્યારે વડોદરામાં આઠમી સપ્ટેમ્બરે કોવિડ વૉર્ડમાં આગ લાગી હતી.

એ અગાઉ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં વહેલી સવારે આઈ.સી.યુ.માં આગ લાગી હતી, જેમાં પાંચ પુરુષ તથા ત્રણ મહિલા સહિત આઠ દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

આ ખાનગી હૉસ્પિટલમાં તેઓ કોવિડ-19ની સારવાર લેવા માટે દાખલ થયા હતા. સારવાર લઈ રહેલા 40 જેટલા અન્ય દર્દીને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી. જેમાં કોઈ દર્દીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

દર્દીને પહેલાં હૉસ્પિટલના અન્ય ભાગમાં તથા બાદમાં અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

https://www.youtube.com/watch?v=T4omktQcdZQ

તા. 25મી ઑગસ્ટે વહેલી સવારે જામનગરની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ ગુરુ ગોવિંદસિંઘ હૉસ્પિટલના આઈ.સી.યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ)માં આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તથા દર્દીઓને અન્ય ઇમારતમાં ખસેડવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં કોવિડ-19 સિવાયની બીમારીઓથી પીડાતા દરદી દાખલ હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Supreme Court slams Gujarat over Rajkot fire incident, says 'facts should not be suppressed'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X