For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કપડા ઉપર સ્પર્શવુ યૌન હુમલો નથી', બૉમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટે(Supreme Court) બૉમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt)ના ચુકાદા પર રોક લગાવી દીધી છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે(Supreme Court) બૉમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt)ના એ ચુકાદા પર રોક લગાવી દીધી છે જેમાં તેણે કહ્યુ હતુ કે કપડાની ઉપરથી યુવતીની બ્રેસ્ટને દબાવવી પોક્સો એક્ટ(POCSO ACT)હેઠળ યૌન હુમલો(Sexual Assault)નહિ માનવામાં આવે. બૉમ્બે હાઈકોર્ટના આ ચુકાદા સામે યુથ બાર એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

SC

બુધવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી બેંચ સામે બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને એડવોકેટ જનરલે કહ્યુ કે આ ચુકાદો એક બહુ ખોટુ ઉદાહરણ બનવાનુ છે. સુપ્રીમ કોર્ટએ આ ચુકાદા પર રોક લગાવીને અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલને હાઈકોર્ટના આદેશ સામે અરજીની મંજૂરી આપી દીધી.

12 વર્ષની સગીરાના યૌન શોષણના એક કેસમાં સ્થાનિક અદાલતે લીધેલા 39 વર્ષના વ્યક્તિને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. આને આ વ્યક્તિએ હાઈકોર્ટમાં પડકાર્યો. આ કેસમાં સ્થાનિક અદાલતના આદેશને હાઈકોર્ટની નાગપુર બેંચના જજ પુષ્પા ગનેડીવાલાએ 19 જાન્યુઆરીએ સુધારી દીધો હતો. ગનેડીવાલાએ પોતાના આદેશમાં કહ્યુ છે કે યૌન હુમલો માનવા માટે યૌન મનશાથી ત્વચા સાથે ત્વચાનો સંપર્ક(Skin to Skin Contact)થવો જરૂરી છે. માત્ર સ્પર્શ કરવો એ યૌન હુમલાની પરિભાષામાં નથી આવતુ. એવામાં જો કપડાની ઉપરથી બ્રેસ્ટને દબાવવામાં આવ્યા હોય તો તેને પોક્સો એક્ટ હેઠળ ગુનો માની શકાય નહિ. ઉચ્ચ ન્યાયાલયના જજ ગનેડીવાલાએ કહ્યુ કે યૌન હુમલાની પરિભાષામાં સીધો શારીરિક સંપર્ક હોવો જોઈએ.

વળી, ગનેડીવાલાએ આદેશમાં કહ્યુ કે આરોપીએ સગીરાને નિર્વસ્ત્ર કર્યા વિના તેને સ્પર્શવાની કોશિશ કરી માટે આ ગુનાને યૌન હુમલો કહી શકાય નહિ અને તે ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ મહિલાનુ શીલ ભંગ કરવાનો ગુનો છે નહિ કે પોક્સો એક્ટ હેઠળનો ગુનો. તમને જણાવી દઈએ કે કલમ 354 હેઠળ જ્યાં લઘુત્તમ સજા એક વર્ષની જેલ છે ત્યાં પોક્સો એક્ટ હેઠળ યૌન હુમલાની લઘુત્તમ સજા ત્રણ વર્ષની જેલ છે.

ખેડૂત નેતાઓએ કર્યુ એલાન - બજેટવાળા દિવસે સંસદ તરફ કરશે કૂચખેડૂત નેતાઓએ કર્યુ એલાન - બજેટવાળા દિવસે સંસદ તરફ કરશે કૂચ

English summary
Supreme Court stays Bombay High Court no skin touch no assault under pocso act verdict.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X