પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમ સામે આઈએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમ સામે આઈએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. પી ચિદમ્બરમે આ કેસમાં દિલ્લી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. દિલ્લી હાઈકોર્ટે આ પહેલા ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમની સામે કડક ટિપ્પણી કરીને કહ્યુ હતુ કે તે આ કેસમાં કિંગપિન એટલે કે પ્રમુખ છે ત્યારબાદ સીબીઆઈએ ચિદમ્બરની ધરપકડ કરી લીધી હતી.

નાટકીય અંદાજમાં ધરપકડ
આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં બેચ સુનાવણી કરશે જેની અધ્યક્ષતા જસ્ટીસ આર ભાનુમતિ કરશે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ ખૂબ જ નાટકીય અંદાજમાં ચિદમ્બરના ઘરમાંથી તેમની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને સીબીઆઈના મુખ્યાલયમાં રાખવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે ગૃહમંત્રી તરીકે પી ચિદમ્બરમે સીબીઆઈ મુખ્યાલયની આ બિલ્ડીંગનું ઉદઘાટન જૂન 2011માં કર્યુ હતુ.

26 ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં
આ પહેલા ગુરુવારે દિલ્લીમાં સીબીઆઈની વિશેષ અદાલતે પી ચિદમ્બરને 26 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા. આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટી આર ભાનુમતિ અને જસ્ટીસ એએસ બોપન્ના તેમની અરજી પર સુનાવણી કરશે. આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે ચિદમ્બરમના વકીલને જણાવ્યુ કે જસ્ટીસ રંજન ગોગોઈએ આ કેસની સુનાવણીને શુક્રવારે લિસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે પી ચિદમ્બરમે દિલ્લી હાઈકોર્ટના 20 ઓગસ્ટના ચુકાદા પર સ્ટેની માંગ કરી છે જેમાં કોર્ટે ચિદમ્બરને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે તત્કાલ સુનાવણીથી કર્યો હતો ઈનકાર
જોવાની વાત એ છે કે પી ચિદમ્બરમ સામે સીબીઆઈ અને ઈડીએ કેસ નોંધ્યો છે. પી ચિદમ્બરમના વકીલો દ્વારા બુધવારે ઘણી કોશિશ કરવામાં આવી કે કોર્ટ આ કેસમાં તત્કાલ સુનાવણી કરે પરંતુ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ આ કેસની સુનાવણી શુક્રવારે કરવાની વાત કહી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ ચિદમ્બરની અરજી પર તુરંત સુનાવણીનો વિરોધ કરતા કહ્યુ હતુ કે તેમની પાસે પેપર નથી.












Click it and Unblock the Notifications
