CBSE Paper Leak: ફરી પરીક્ષા અરજી પર 4 એપ્રિલે સુનાવણી
સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી દિલ્હી હાઇકોર્ટ આ મામલે દાખલ થયેલી જનહિત અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગયું છે.
સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી દિલ્હી હાઇકોર્ટ આ મામલે દાખલ થયેલી જનહિત અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગયું છે. કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે જેમાં જણાવવામાં આવ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક મામલે કોર્ટની દેખરેખ હેઠળ જાંચ થવી જોઈએ. જેને કોર્ટ ઘ્વારા સ્વીકાર કરી લેવામાં આવી છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટ પણ સીબીએસઈ બોર્ડની ફરી પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગયું છે.

સુપ્રીમ કોર્ટ સીબીએસઈ બોર્ડની ફરી પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર 4 એપ્રિલે સુનાવણી કરશે. આપણે જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં ગણિત અને અર્થશાસ્ત્ર પેપર લીક થવા મામલે બોર્ડ વિધાર્થીઓના નિશાને છે. બધા જ વિધાર્થીઓ પેપર લીક મામલે બોર્ડને ઘેરી રહ્યા છે. આ મામલે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઘ્વારા ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 પ્રાઇવેટ સ્કૂલ ટીચર છે અને એક કોચિંગ સંચાલક છે.
સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઘણી જગ્યા પર દરોડા પાડી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીની ઘણી જગ્યા પર દરોડા પાડી રહી છે અને એવા લોકોને શોધી રહી છે જેઓ પેપર લીક કરવા મામલે સંડોવાયેલા છે. આપણે જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા પેપર લીક થયા પછી સીબીએસઈ બોર્ડ ઘ્વારા બંને પેપરની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
