For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલ-સોનિયા સામે આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ

નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણીમાં કોર્ટે કહ્યુ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા ઑસ્કર ફર્નાંડિસ સામે આવકવેરા તપાસની અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીથી કરશે.

|
Google Oneindia Gujarati News

નેશનલ હેરાલ્ડ કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. આ સુનાવણીમાં કોર્ટે કહ્યુ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા ઑસ્કર ફર્નાંડિસ સામે આવકવેરા તપાસની અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીથી કરશે. સુપ્રીમ કોર્ટ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ટેક્સ એસેસમેન્ટ (વેરા આકારણી) ને ચાલુ રાખવા માટે આવકવેરા વિભાગ મંજૂરી આપી ચૂક્યુ છે. ગયા મહિને ચાલેલી સુનાવણીમાં જો કે કોર્ટે એ કહ્યુ હતુ કે આગામી આદેશ સુધી આવકવેરા વિભાગ કોઈ કાર્યવાહી નહિ કરી શકે. આના પર આજે સુનાવણી થઈ હતી.

sc

મંગળવારે આ મામલે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા ઑસ્કર ફર્નાંડિસ સામે આવકવેરા તપાસની અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ થશે. કોર્ટે એ પણ કહ્યુ કે જો આઈટી વિભાગ મૂલ્યાંકન આદેશ પસાર કરે તો તે કેસના અંતિમ નિવારણ સુધી પ્રભાવી નહિ રહે. આના પર આવકવેરા વિભાગે કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા ઑસ્કર ફર્નાંડિસના વર્ષ 2011-12ના ટેક્સ એસેસમેન્ટ (વેરા આકારણી) ને ફરીથી ખોલવાનો આદેશ પાસ કરી દીધો છે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશોના કારણે આને લાગુ કરી શકાયો નથી.

સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઑસ્કર ફર્નાંડીસને પણ આવકવેરા વિભાગે 2011-12ની ટેક્સ તપાસનો આદેશ આપ્યો છે. ત્રણે નેતાઓએ નોટિસની માન્યતા સામે અરજી દાખલ કરી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટના વચગાળાના આદેશનો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે આગામી તારીખ લેવાના બદલે આ જ દિવસે આદેશ આપી દેવો જોઈએ.

આ પણ વાંચોઃ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશઆ પણ વાંચોઃ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ

English summary
Supreme Court to hear Income Tax case against Congress President Rahul Gandhi on January 29
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X