For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી-શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવ, કાલે સુનાવણી થશે

પીએમ મોદી-શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવ, કાલે સુનાવણી થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે સપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરી છે કે અદાલત ચૂંટણી પંચને પીએણ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલાની ફરિયાદ પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપે. કોંગ્રેસના સાંસદની આ અરજી પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે.

narendra modi

અરજીમાં કોંગ્રેસી સાંસદે કહ્યું છે કે પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પર અદાલતથી ચૂંટણી પંચને તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે. સુષ્મિતા દેવે પોતાની અરજીમાં કહ્યું કે પીએમ અને અમિત શાહે ચૂંટણી રેલીઓમાં નફરત ફેલાવતાં ભાષણ આપ્યાં. તેમણે પ્રતિબંધ હોવા છતાં જનસભામાં સશસ્ત્ર બળનો ઉલ્લેખ કર્યો.

સુનાવણી દરમિયાન કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યું કે આચાર સંહિતાનું ઉલ્લંઘન કોણે કર્યું, તો વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. અગાઉ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે જો ચૂંટણી પંચ કાર્યવાહી નથી કરતું તો તે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.

આ પણ વાંચો- ઉમા ભારતીને મળવા પહોંચી પ્રજ્ઞા ઠાકુર, ગળે મળી રડવા લાગી

English summary
Supreme Court to hear petition filed by Sushmita Dev over violation of mcc by pm modi and amit shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X