Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે કેન્દ્ર સરકારઃ સુપ્રિમ

પ્રમોશનમાં અનામત પર મહત્વનો ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ મુદ્દે સંવિધાન પીઠનો નિર્ણય આવે નહિ ત્યાં સુધી કેન્દ્ર સરકાર એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપી શકે છે.

પ્રમોશનમાં અનામત પર મહત્વનો ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ મુદ્દે સંવિધાન પીઠનો નિર્ણય આવે નહિ ત્યાં સુધી કેન્દ્ર સરકાર એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપી શકે છે. મંગળવારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે જ્યાં સુધી સંવિધાન પીઠ આના પર અંતિમ ચૂકાદો ન લે ત્યાં સુધી સરકાર કાયદા મુજબ પ્રમોશનમાં અનામત લાગૂ કરીને એસસી એસટી કર્મચારીઓને આનો લાભ આપી શકે છે.

supreme court

પ્રમોશનમાં અનામત અંગે સુનાવણી દરમિયાન મંગળવારે સરકારનો પક્ષ રાખતા અધિક સોલિસિટર જનરલ મનિન્દર સિંહે સુપ્રિમ કોર્ટમાં અલગ અલગ કોર્ટના કેટલાક નિર્ણયોના લીધે કર્મચારીઓને પ્રમોશનમાં મુશ્કેલી પડતી હોવાની વાત ઉઠાવી હતી. અધિક સોલિસિટર જનરલે ઉચ્ચતમ ન્યાયાલયને કહ્યુ કે સરકારને એ વાતનો ખ્યાલ છે કે કર્મચારીઓને પ્રમોશન આપવુ તેમની જવાબદારી છે પરંતુ આમાં અમુક અદાલતોના નિર્ણયોના કારણે મુશ્કેલી થઈ રહી છે.

મનિન્દર સિંહે કહ્યુ કે દેશની ઘણી અદાલતોના નિર્ણયોના કારણે કર્મચારીઓનું પ્રમોશન રોકાઈ રહ્યુ છે. તેમણે પ્રમોશનમાં અનામત પર અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીની વાત પણ કહી. આના પર સુપ્રિમ કોર્ટે કહ્યુ કે પ્રમોશનમાં અનામત પર સંવિધાન પીઠ કોઈ અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કાયદા પ્રમાણે એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X