For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીનો અસલી માલિક કોણ? અધિકારીઓની જંગ પર સુપ્રીમ કોર્ટનો આજે ફેસલો

દિલ્હીનો અસલી માલિક કોણ? અધિકારીઓની જંગ પર સુપ્રીમ ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર બનામ ઉપરાજ્યપાલ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો ફેસલો સંભળાવશે. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકાર ઉપરાજ્યપાલ સાથે રહેશે કે પછી દિલ્હી સરકાર પાસે, આજે તેના પર સુપ્રીમ કોર્ટનો ફેસલો આવશે. જસ્ટિસ એકે સીકરી અને અશોક ભૂષણની બેંક આ મામલામાં આજે સવારે 10.30 વાગ્યે પોતાનો ફેસલો સંભળાવશે.

lg-kejariwal

આ મામલામાં કુલ 9 અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટમાં 1 નવેમ્બરે આખરી સુનાવણી થઈ હતી, કોર્ટે જે બાદ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. જે મુદ્દાઓ પર અદાલતનો ફેસલો આવવાની સંભાવના છે, તેમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ, ભ્રષ્ટાચાર નિરોધક શાખા અે તપાસ માટે આયોગ રચનાનો અધિકાર સામેલ છે.

આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ઉપ રાજ્યપાલ પાસે દિલ્હીમાં સેવાઓના વિનિયમિત કવાની શક્તિ છે. રાષ્ટ્રપતિએ પોતાની શક્તિઓને દિલ્હીના પ્રશાસકને સોંપી દીધી છે અને સેવાઓને તેના માધ્યમથી પ્રશાસિત કરવામાં આવી શકે છે.

કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતના રાષ્ટ્રપતિ સ્પષ્ટ રૂપે નિર્દેશ નથી આપતા ત્યાં સુધી એલજી જે દિલ્હીના પ્રશાસક છે અને તેઓ મુખ્યમંત્રી અથવા મંત્રિપિષદથી પરામર્થ નથી કરી શકતા. કેન્દ્રએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે દિલ્હીના પ્રશાસનને દિલ્હી સરકાર પાસે એકલા ન છોડી શકાય કેમ કે દેશની રાજધાની હોવાથી તેની અસાધારણ સ્થિતિ છે.

અધિકારીઓને લઈ ચાલુ જંગની વચ્ચે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠે પાછલા વર્ષે કેજરીવાલ સરકાર અને એલજી બંનેને કેટલીક સૂચનાઓ આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્ય સૌથી ઉપર છે, સંસદનો બનાવેલ કાયદો જ સર્વોચ્ચ છે કેમ કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત નથી.

આ પણ વાંચો- આગની લપેટોમાં જીવતો સળગતો રહ્યો યુવક, કોઈએ બચાવ્યો નહિ

English summary
supreme court verdict on power tussle between delhi government and lieutenant governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X