For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગની લપેટોમાં જીવતો સળગતો રહ્યો યુવક, કોઈએ બચાવ્યો નહિ

ગુજરાતમાં ભરૂચના જંબુસર તાલુકાની એક કંપનીના કર્મચારીનું આગમાં બળીને દર્દનાક મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભરૂચના જંબુસર તાલુકાની એક કંપનીના કર્મચારીનું આગમાં બળીને દર્દનાક મોત થઈ ગયુ છે. તે કામ કરવા દરમિયાન આગની ચપેટમાં આવ્યો અને ઘણી વાર સુધી જ્વાળાઓમાં બળતો રહ્યો. પરંતુ તેને કોઈ પણ બચાવવા આવ્યુ નહિ. આ ઘટનાના વીડિયો ફૂટેજ સોશિયલ સાઈટ્સ પર વાયરલ થઈ રહ્યા છે. તે ઘટનાનો વીડિયો અને ફોટો પર પોલિસ અને મૃતક કર્મચારીની કંપનીએ પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી લેતા તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. પરંતુ જે વીડિયોમાં દેખાઈ રહ્યુ છે તેનાથી સ્પષ્ટ જણાઈ રહ્યુ છે કે આગ તેને પોતાની ચપેટમાં લઈ લે છે. તે વ્યક્તિ કામ કરી રહ્યો હોય છે પરંતુ તેની પાસે કોઈ દેખાઈ નથી રહ્યુ. આગમાં તેનુ આખુ શરીર બળી ગયુ. થોડી વાર બાદ માત્ર તેના હાથ અને માથુ જ દેખાય છે.

fire

આ ઘટના ભરૂચ જિલ્લાના તાલુકાના ઉચ્છદ ગામ સ્થિત ક્રેશન ફાઉન્ડ્રી નામક કંપનીમાં બની છે. તપાસ મુજબ મૃતક યુવક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધર્મસિંહ હતો. પોલિસનું કહેવુ છે કે તેનું મોત કંપનીના બોઈલર (આગની ભઠ્ઠી) માં પડી જવાના કારણે થઈ. પરંતુ તેના પરિજનોનું કહેવુ છે કે તે આગની આ ભઠ્ઠીમાં પડ્યો કેવી રીતે? પરિજનોનું કહેવુ છે કે ક્રેશન ફાઉન્ડ્રીમાં આ ઘટના કંપની અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે બની છે. ક્રેશન ફાઉન્ડ્રીની કંપનીમાં સુરક્ષાના કોઈ સાધનો નથી, ન કોઈ એમ્બ્યુલન્સની સુવિધા છે. કંપનીમાં ચારે તરફ આગની ભઠ્ઠીઓ ચાલુ રહે છે.

fire

પરિજનોનું કહેવુ છે કે તેમના પુત્રના જવાબદારો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. પોલિસે પણ આ ઘટનાને આત્મહત્યા ગણાવી દીધી છે. પરંતુ પોલિસની થિયરી ગળે નથી ઉતરી રહી. કંપનીના એચ આર નિકુંજ યાદવનું કહેવુ છે કે આઝાદે આત્મહત્યા કરી છે. વળી, પરિજનોએ કોઈ અવાંછિત ઘટના બનવાની આશંકા વ્યક્ત કરી છે. સીસીટીવી ફૂટેજમાં યુવક બળતો દેખાય છે પરંતુ જોવાની વાત એ છે કે એ સમયે કોઈ પણ તેને બચાવવા ન આવ્યુ. વળી, પીએસઆઈ એમ કે પટેલે તો ઘટના વિશે જાણકારી હોવાનો જ ઈનકાર કરી દીધો છે.

આ પણ વાંચોઃ રશિયા સાથે ભારતનો મોટો કરાર, 7.47 લાખ રાઈફલના નિર્માણને મંજૂરીઆ પણ વાંચોઃ રશિયા સાથે ભારતનો મોટો કરાર, 7.47 લાખ રાઈફલના નિર્માણને મંજૂરી

English summary
gujarat: worker dies in fire incident at foundry factory in bharuch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X