
પુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોક
પુડુચેરીના એલજી કિરણ બેદી અને મુખ્યમંત્રી નારાયણ સામી વચ્ચે અધિકારો માટે ચાલી રહેલ વિવાદ પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. એલજી કિરણ બેદીએ કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક માટે લેવાયેલા ચુકાદાને 7 જૂનથી લાગુ ના કરો જેથી નાણાકીય પ્રભાવ થાય. કિરણ બેદીની અરજી પર સુનાવણી કરીને કોર્ટે કેબિનેટના આ ચુકાદાને લાગુ કરવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામીને નોટિસ આપી છે.
નોટિસમાં નારાયણસામીને પક્ષકાર બનાવીને તેમને પોતાનો જવાબ દાખલ કરવા કહ્યુ છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જૂને થશે.
તમને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે કિરણ બેદીને ઝટકો આપીને કહ્યુ હતુ કે કિરણ બેદીને કેન્દ્ર શાસિત રાજ્યની દૈનિક ગતિવિધિમાં દખલ દેવાનો અધિકાર નથી. વાસ્તવમાં પુડુચેરીમાં મુખ્યમંત્રી નારાયણ સામી અને કિરણ બેદી વચ્ચે ઘણુ ઘમાસાણ મચેલુ હતુ. અહીં સુધી કે મુખ્યમંત્રીએ ઉપ રાજ્યપાલના કાર્યાલય બહાર ધરણા પણ કર્યા હતા. અધિકારોની લડાઈ માટે આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો જેના પર સુનાવણી કરીને કોર્ટે કિરણ બેદીને મોટો ઝટકો આપ્યો હતો.
નારાયણ સામીએ કિરણ બેદી પર આરોપ લગાવ્યો હતો કે તે ફાઈલોને આગળ નથી વધારી રહી. તમને જણાવી દઈએ કે કંઈક આ જ પ્રકારનો વિવાદ દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વચ્ચે છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો કોંગ્રેસ ધારાસભ્ય લક્ષ્મી નારાયણની અરજી પર સુનાવણી કરીને આપ્યો છે. લક્ષ્મી નારાયણે 2017માં કોર્ટમાં એ અરજી દાખલ કરી હતી જેમાં તેમણે દૈનિક ગતિવિધિઓમાં એલજીના હસ્તક્ષેપ વિશે કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી નારાયણ સામીએ આરોપ લગાવ્યો હતો કે કિરણ બેદી કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યની સરકારને પોતાનુ કામ નથી કરવા દેતા.
આ પણ વાંચોઃ માયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન