For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: રાફેલ મામલે સરકારને ઝાટકો, બીજીવાર સુનાવણી માટે SC તૈયાર

Live: રાફેલ ડીલમાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો ઝાટકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલના લીક દસ્તાવેજો પર કેન્દ્ર સરકારના વિશેષાધિકારના દાવા પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ફેસલો સંભળાવશે. જો સરકારની દલીલા પક્ષમાં કોર્ટ ફેસલો લે છે તો પુનર્વિચાર અરજીઓની સુનાવણીમાં આવા દસ્તાવેજોનો ઉપયોગ નહિ થઈ શકે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ રાફેલ ડીલ મામલામાં 14 ડિસેમ્બર 2018ના ફેસલાની સમીક્ષા કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. 14 માર્ચે કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે CJI રંજન ગોગોઈના નેતૃત્વવાળી ત્રણ જજની બેંચને કહ્યું હતું કે લીક દસ્તાવેજોને પ્રકાશિત ન કરી શકાય કેમ કે તેના પર સરકારનો વિશેષાધિકાર છે.

rafale deal

Newest First Oldest First
11:18 AM, 10 Apr

અરજદાર અરુણ શૌરી- અમારો તર્ક હતો કે દસ્તાવેજ રક્ષા સંબંધિ છે, માટે તમારે તેની તપાસ કરવી જોઈએ. તમે આ સાક્ષ્યો માટે કહ્યું અને અમે તે પ્રદાન કર્યું. માટે કોર્ટે અમારી દલીલો સ્વીકારી અને સરકારની દલીલો ફગાવી દીધી.
11:16 AM, 10 Apr

કોર્ટના ફેસલા મુજબ અરજદારે આપેલ દસ્તાવેજ હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો ભાગ હશે.
11:15 AM, 10 Apr

સુપ્રીમ કોર્ટે કહ્યું- જ્યાં સુધી રાફેલ ફેસલા પર સમીક્ષા અરજીની સુનાવણીનો સવાલ છે, તેના પર બાદમાં વિસ્તૃત સુનાવણી થશે.
10:53 AM, 10 Apr

સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલમાં ત્રણ દસ્તાવજોની સ્વીકાર્યતાની મંજૂરી આપી
10:52 AM, 10 Apr

સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલમાં પુનર્વિચાર અરજીઓ પર કેન્દ્રના પ્રારંભિક વાંધાને ફગાવ્યો.
8:02 AM, 10 Apr

તેમનું આવું કરવાથી હવે આ કાગળ દેશના વિરોધિઓ માટે પણ ઉપલબ્ધ થઈ ગયાં છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજદારો યશવંત સિન્હા, અરુણ શૌરી અને એક્ટિવિસ્ટ એડવોકેટ પ્રશાંત ભૂષણ સંવેદનશીલ જાણકારી લીક કરવાના દોષી છે.
8:02 AM, 10 Apr

અગાઉ વેણુગોપાલ રાવે કોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું હતું, જેમાં કહ્યું હતું કે અરજદારોએ પોતાની સમીક્ષા અરજીમાં લડાકૂ વિમાન સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજ સંલગ્ન કર્યા છે અને તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી દીધી છે.
8:02 AM, 10 Apr

પ્રશાંત ભૂષણે એમ પણ કહ્યું હતું કે એટોર્ની જનરલ જે દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે પહેલેથી જ સાર્વજનિકના વિસ્તારમાં છે.
8:02 AM, 10 Apr

બીજી બાજુ એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું હતું કે સૂચનાના અધિકાર કાયદાના પ્રાવધાનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જનહિતના મુદ્દા અન્ય તમામથી સર્વોપરી છે. એવામાં રાફેલ સંબંધિત દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો ન કરી શકાય.
8:01 AM, 10 Apr

એટોર્ની જનરલે કહ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજ પ્રકાશિત ન કરી શકાય અને રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરિ છે.
8:01 AM, 10 Apr

સાક્ષ્ય અધિનિયમની કલમ 123 અને આરટીઆઈના પ્રવધાનોનો ઉલ્લેખ કરતા વેણુગોપાલે કહ્યું હતું, 'સાક્ષ્ય અધિનિયમના પ્રાવધાન અંતર્ગત, કોઈ પણ સંભવિત વિભાગની મંજૂરી વિના અદાલતમાં વિશેષાધિકાર પ્રાપ્ત દસ્તાવેજ રજૂ ન કરી શકાય.'

English summary
Supreme Court will pronounce its verdict in a plea that sought review of the rafale order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X