87 ટકા લોકો માને છે કે રાહુલ કરતા મોદી વધારે પ્રભાવશાળી
અજય મોહન
બેંગલુરુ, 10 એપ્રિલ: દેશની મોટાભાગની જનતાએ એ માની લીધું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી રૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, જોકે પાર્ટીએ અધિકારીકરીતે આવી કોઇ જાહેરાત કરી નથી. જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો જનતા હજી સુધી પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ પદના દાવેદાર નથી માની રહી, પરંતુ કોંગી નેતાઓ તેમને વારંવાર પીએમની ખુરશી પર બેસાડવાની જીદ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીના ચર્ચા ગલી ગલીમાં થઇ રહ્યા છે. લોકો બંને નેતાઓના ભાષણને ધ્યાનથી સાંભળી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસીયોને એ જાણીને દુ:ખ થશે કે 87 ટકા લોકો રાહુલને નહીં નરેન્દ્ર મોદીને પ્રભાવશાળી માને છે. વનઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલા એક સર્વેમાં લોકોને બે પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેમાં પહેલો પ્રશ્ન હતો કે - બે દિગ્ગજ નેતાઓમાં કોનું ભાષણ વધારે પ્રભાવશાળી હતુ? જેમાં કુલ 7516 લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો, જેમાં 87.7 ટકા એટલે કે 6592 લોકોએ મોદીના પક્ષમાં વોટ કર્યો. જ્યારે માત્ર 12.3 ટકા (924) લોકોએ રાહુલને પ્રભાવશાળી ગણાવ્યા.

આ બંને સવાલોના જવાબ કોંગ્રેસ પાર્ટી માટે વિચારવાનો વિષય છે, કારણ કે મનમોહનસિંહ, દિગ્વિજય સિંહ, રાશિદ અલવી, વગેરે સહિતના નેતાઓ રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે. ક્યાંકને ક્યાંક બાકીના કોંગ્રેસીઓનું પણ આ જ સપનું છે. આ બે સવાલોના જવાબ ક્યાંક આ સપનાને સપનું જ ના રહેવા દે.












Click it and Unblock the Notifications
