For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો

એબીપી ન્યૂઝે દિલ્લીની જનતાની નાડ પારખવી ઈચ્છી. જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો શું હશે દિલ્લીની રાજકીય તસવીર?

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હવે થોડા મહિના જ બાકી છે. દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની સંભાવનાઓ પર સંપૂર્ણપણે વિરામ લાગી ગયુ છે. મંગળવારે રાહુલ ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ શીલા દીક્ષિતે અધિકૃત એલાન કરી દીધુ છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન થઈ શકે. એવામાં એબીપી ન્યૂઝે દિલ્લીની જનતાની નાડ પારખવી ઈચ્છી. તેમણે સર્વે કર્યો કે જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો શું હશે દિલ્લીની રાજકીય તસવીર? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થવાનો સીધો ફાયદો હવે ભાજપને મળતો દેખાઈ રહ્યો છે. સર્વેમાં અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં દિલ્લીની બધી સાતે સીટો પર ભાજપની જીત થશે.

ભાજપને 47 ટકા વોટશેર મળવાનું અનુમાન

ભાજપને 47 ટકા વોટશેર મળવાનું અનુમાન

આ સર્વેમાં ભાજપને 47 ટકા વોટશેર મળવાનું અનુમાન છે જ્યારે આમ આદમી પાર્ટીને 20 જ્યારે કોંગ્રેસને 22 ટકા વોટશેર મળવાનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે પુલવામા હુમલા પહેલા પણ દિલ્લીમાં ભાજપ મજબૂત જોવા મળી રહી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો. પુલવામા હુમલા પહેલા કરાયેલા સર્વેમાં ભાજપને 45 ટકા વોટશેર, કોંગ્રેસને 24.5 ટકા વોટશેર અને આપને 23 ટકા વોટશેર મળતુ જોવા મળી રહ્યુ હતુ. આનો અર્થ સ્પષ્ટ છે કે દિલ્લીમાં લોકો આ લોકસભા ચૂંટણીમાં ભાજપ પર જ ભરોસો જતાવી રહ્યા છે.

આપ-કોંગ્રેસનું થાય ગઠબંધન તો ભાજપને નુકશાન થતુ

આપ-કોંગ્રેસનું થાય ગઠબંધન તો ભાજપને નુકશાન થતુ

સર્વેમાં એ પણ વાત સામે આવી રહી છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ જતુ તો ભાજપને અમુક સીટોનું નુકશાન ઉઠાવવુ પડી શકતુ હતુ. સર્વે મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હાથ મિલાવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ચાર સીટો પર જ જીત મળી હોત જ્યારે કોંગ્રેસ અને આપના ખાતામાં ત્રણ સીટો જતી.

મુખ્યમંત્રી માટે કેજરીવાલ હજુ પણ દિલ્લીની પસંદ

મુખ્યમંત્રી માટે કેજરીવાલ હજુ પણ દિલ્લીની પસંદ

સર્વે મુજબ દિલ્લીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. એટલે કે દિલ્લીની જનતા અરવિંદ કેજરીવાલને પસંદ કરી રહી છે. જો અત્યારે દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી થાય તો આપને 39 સીટો મળવાનું અનુમાન છે. બહુમત માટે 36 સીટો જોઈએ. વળી, ભાજપને 26 તો કોંગ્રેસને માત્ર 5 સીટોથી સંતોષ કરવો પડી શકે છે. સી વોટરે એબીપી ન્યૂઝ માટે દિલ્લીની 70 વિધાનસભા સીટો પર સર્વે કર્યો. આ સર્વે 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ પીએમ મોદી સાથે વિંગ કમાંડર અભિનંદનની પત્ની બતાવીને વાયરલ કરાયેલ ફોટાનું સત્યઆ પણ વાંચોઃ પીએમ મોદી સાથે વિંગ કમાંડર અભિનંદનની પત્ની બતાવીને વાયરલ કરાયેલ ફોટાનું સત્ય

English summary
survey predicts bjp victory in all 7 lok sabha seats delhi aap supremacy in assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X