For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદી સરનેમ' વાળા નિવેદન પર સુશીલ મોદીઃ રાહુલ સામે કરીશુ માનહાનિનો કેસ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની રેલીમાં પીએમ મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ -સુશીલ મોદી

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ -સુશીલ મોદી

બિહારના ડેપ્યુટી સીમ સુશીલ મોદીએ કહ્યુ, ‘હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે?રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' તેમણે સાથે એ પણ કહ્યુ કે હાર નિશ્ચિત જોઈને હવે વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.

બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે - રાહુલ ગાંધી

શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહ્યા છે. તે રાફેલ સોદામાં ગોટાળાનો આરોપ લગાવીને પીએમ મોદીને ઘેરતા રહ્યા છે. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદીને ડિબેટ કરવાનો પડકાર પણ આપ્યો હતો.

મોદી સરનેમ પર ગરમાયુ રાજકારણ

મોદી સરનેમ પર ગરમાયુ રાજકારણ

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી આ આખુ ટોળુ છે. ચોરોનું આખુ દળ છે. રાહુલ ગાંધીએ મોદી ઉપનામ પર કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે. ખબર નહિ બીજા કેટલા મોદી આવશે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપ નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ કે તે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરશે.

આ પણ વાંચોઃ શક્તિ પ્રદર્શન કરીને રાજનાથ સિંહે કર્યુ નામાંકન, ભાજપના ઘણા નેતાઓ રહ્યા હાજરઆ પણ વાંચોઃ શક્તિ પ્રદર્શન કરીને રાજનાથ સિંહે કર્યુ નામાંકન, ભાજપના ઘણા નેતાઓ રહ્યા હાજર

English summary
Sushil Modi to file defamation case against Rahul Gandhi over Modi surname dig
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X