ખાદ્ય સુરક્ષા બિલ માટે વિશેષ સત્ર બોલાવવા ભાજપ તૈયાર : સુષ્મા સ્વરાજ

સરકાર દ્વારા એક વટહુકમ લાવવા કે ખાદ્ય સુરક્ષા બિલ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગે વિચાર કરવાના મુદ્દે પોતાના ટ્વિટમાં સુષ્માએ આવી પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ અંગે સમાચાર માધ્યમોમાં સમાચાર આવ્યા હતા કે મહત્વના કાયદા માટે વટહુકમ બહાર પાડવો કોઇ પણ રીતે યોગ્ય માર્ગ નથી.
લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટમાં આગળ એમ પણ લખ્યું છે કે 'અમે સંસદના વિશેષ સત્ર બોલાવવાની વિરુદ્ધ નથી. સૌથી યોગ્ય એ જ રહેશે કે જુલાઇમાં યોજાનારું સંસદનું ચોમાસુ સત્ર સમય કરતા વહેલું બોલાવી લેવામાં આવે.'












Click it and Unblock the Notifications
