For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહમ્મદ બેગમને પાકિસ્તાથી ભારત હવે લાવશે સુષ્મા સ્વરાજ!

સુષ્મા સ્વરાજે પાકિસ્તાનમાં ફસાયેલી એક ભારતીય મુસ્લિમ મહિલાને બચાવવા માટે પાકિસ્તાન સરકાર સાથે કરી વાતચીત. આ અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

વધુ એક વાર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયની મદદે આવી છે. ભારતીય મૂળની મહિલાને પાકિસ્તાનમાં તેના સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જે બાદ સુષ્મા સ્વરાજની દરમિયાન ગીરીથી તે મહિલાને ભારત પરત ફરવાનો દ્વારા ખુલ્લો થયો છે. નોંધનીય છે કે મહિલાના પિતાએ યૂ ટ્યૂબ દ્વારા મૈસેજ કરી પોતાની દિકરીને સાસરિયના ત્રાસમાંથી છોડાવવા માટે સુષ્મા સ્વરાજને અપીલ કરી હતી. પિતાએ આ સંદેશમાં પાકિસ્તાનમાં લગ્ન થયેલી દીકરીને મોહમ્મદ બેગમને બચાવાનું કહ્યું હતું. જે બાદ સુષ્મા સ્વરાજએ પણ ટ્વિટ કરીને જણાયુ કે મોહમ્મદ અકબર તરફથી મને યુ ટયુબમાં એક સંદેશ પ્રાપ્ત થયો છે કે તેમની દીકરી મોહમ્મદ બેગમ, જે ભારતીય નાગરિકત્વ ધરાવે છે. તેના લગ્ન પાકિસ્તાનમાં થયા હતા ," જેના ઉપર સાસરિયાઓ દ્વરા અત્યાચાર કરવામાં આવે છે .અને સાથે સાથે એ પણ જણાવ્યું કે મોહમ્મદ બેગમનો પાસપોર્ટ પણ ગયા વર્ષે સમાપ્ત થઇ ગયો છે.

shusma swraj

સુષ્મા સ્વરાજએ ભારતીયના હાઇ કમિશને આદેશ આપ્યો છે, કે પાકિસ્તાનમાં અટકાયેલી ભારતીય મહિલાનો પાસપોર્ટ રિન્યૂ કરી તેને ભારત પરત ફરવા માટે વ્યવસ્થા કરો. આ દરમિયાન, મોહમ્મદ બેગમ તેની માતા હજરા બેગમ સાથે ફોન પર વાત કરી હતી અને જાણાવ્યું કે ભારતીય હાઇ કમિશન અધિકારી તેને મળ્યા હતા જે બાદ તેના પતિ મુહમ્મદ યુનુસએ તેના એક રૂમમાં લૉક કરી નાખી છે.

તેની માતા હજારા બેગમ જણાવ્યું કે યુનુસ દ્વારા તેની દીકરી ઉપર અત્યાચારો કરવામાં આવી રહા છે "અને તેના બાળકોને પણ તેનાથી દૂર રાખે છે અને કહે છે કી તેમની માતા હિન્દુસ્તાની છે. અને બધા હિંદુસ્તાની હિંદુ જ હોય છે. તેના પતિ યુનુસે તેને ધમકી પણ આપી છે કે તેઓ તેને ભારત જીવંત પાછી જાવાની પરવાનગી નહીં આપે. માહિતી પ્રમાણો અત્યારે જ યુનુસએ અન્ય પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા છે. હજારા બેગમ જણાવ્યું હતું કે તેમની દીકરી શારીરિક અને માનસિક ત્રાસના કારણે ખૂબ જ નબળી થઈ ગયા છે અને તેને તાત્કાલિક તબીબીની જરૂર છે.

મોહમ્મદ બેગમ અને યુનુસને પાંચ બાળકો છે. જેમાં ત્રણ દીકરા અને બે દીકરીઓ છે સૌથી નાની દીકરો નવ વર્ષનો છે અને તેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, જ્યારે અન્ય બાળકો મસ્કત, ઓમાનમાં જન્મ્યા હતા. 16 માર્ચએ સુષ્માએ ભારતના હાઇ કમિશનર ગૌતમ બંબાવલેથી આ મામલે અહેવાલ માંગ્યો હતો. મોહમ્મદ બેગમનાં પિતા મોહમ્મદ અકબર, એક સાઇકલ મિકેનિક છે. અગાઉ જાન્યુઆરીમાં તેમની દીકરીને પાછા લાવવામાં તેમણે સુષ્મા સ્વરાજ મદદ માટે એક ઈ-મેલ મોકલ્યો હતાો.

બેગમના લગ્ન યુનુસ જોડે એજન્ટ દ્વારા ફોન મારફતે કરવામાં આવ્યા હતા. અને એજન્ટએ તેમને જણાયુ હતુ કે યુનુસ મિકેનિક છે. મોહમ્મદ બેગમને મોટો આઘાત લાગ્યો હતો જ્યારે યુનુસએ લગ્નનાં 12 વર્ષ પછી તેની નોકરી ગુમાવાની વાત કરી અને જણાયુ કે તે પાકિસ્તાની નાગરીક છે તેના પિતાએ જણાવ્યું હતું કે બેગમએ માત્ર 21 વર્ષ બાદ 2012માં છેલ્લી વાર હૈદરાબાદની મુલાકાત લીધી હતી. ત્યારે હાલ તો મોહમ્મદ બેગમને માતા-પિતા જલ્દી જ પોતાની દિકરી સુખરૂપ ભારત પરત ફરે તેવી આશા રાખી રહ્યો છે.

English summary
Sushma swarj comes in a rescue of an indian woman threatened by pakistani husband.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X