અમેરિકામાં વધુ એક ભારતીયની મોત, સુષ્મા સ્વરાજે જતાવ્યું દુખ

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકા માં ભારતીય યુવક વિક્રમ જરયાલની બે હથિયારબંધ લોકોએ હત્યા કરી નાંખી છે. લૂંટપાટ દરમિયાન થયેલી હત્યામાં ભારતીય યુવકનું મોત થયું છે. આ વિષયને ગંભીરતાથી લેતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે દુખ વ્યક્ત કર્યું છે. અને પીડિત પરિવારને તમામ સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય આયોગ પીડીતના પરિવારને પૂરતો સહયોગ આપશે.

sushma

પંજાબનો નિવાસી

ભારતીય મૂળના 26 વર્ષીય વિક્રમ જરયાલ જ્યારે ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યા હતા ત્યારે બે લોકોએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હતી. વિક્રમ યાકિમા શહેરના ગેસ સ્ટેશનમાં કામ કરતા હતા. અને તે મૂળ પંજાબના રહેવાસી હતા. જ્યારે તેમને ગોળી મારવામાં આવી ત્યારે તે કાઉન્ટરની પાછળ છુપાયેલા હતા. ત્યારે હાલ તો આ અંગે ત્યાંની પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેઝની તપાસ કરી રહી છે. વિક્રમ જરયાલ પંજાબના હોશિયારપુર જિલ્લાના વતની હતા. અને તે થોડા મહિના પહેલા જ અમેરિકા શીફ્ટ થયા હતા તેવું તેમના મોટા ભાઇએ જણાવ્યું હતું.

English summary
Sushma Swaraj takes note of Indian national Vikram Jaryal shot dead in Washington.
Please Wait while comments are loading...