For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુઝાન ખાને ક્લબની પાર્ટી દરમિયાન ધરપકડ પર આપી સફાઈ, સમજાવ્યો સમગ્ર મામલો

ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝાન ખાનની ક્લબની પાર્ટીમાં હાજરી અને ધરપકડ માટે તે ચર્ચામાં આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Sussanne Khan News: કોરોના વાયરસ પ્રોટોકૉલનુ ઉલ્લંઘન કરીને મુંબઈમાં પાર્ટી કરી રહેલા ક્રિકેટર સુરેશ રૈના(Suresh Raina), સિંગર ગુરુ રંધાવા(Guru Randhawa) સહિત 34 લોકોની પોલિસે ધરપકડ કરી લીધી. જો કે બાદમાં અમુકને જામીન પર છોડી દેવામાં આવ્યા. મંગળવારે આ બધા લોકો મુંબઈમાં એરપોર્ટ પાસેની JW મેરિયેટ હોટલ (JW Marriott Hotel)ની ક્લબમાં પાર્ટી કરતા પકડાયા હતા. આ દરમિયાન પાર્ટીમાં બૉલિવુડ અભિનેતા ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝાન ખાન(Hrithik Roshan EX Wife Sussanne Khan)ની હાજરી અને ધરપકડ માટે તે ચર્ચામાં આવી ગઈ છે.

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ

કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યુ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો લાવવા માટે સરકારે 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કર્યો છે. એવામાં લોકોએ ખૂબ જરૂરી હોય તો જ ઘરમાંથી નીકળવાની છૂટ છે. કોરોના પ્રોટોકૉલનુ પાલન યોગ્ય રીતે થાય તે માટે મહારાષ્ટ્ર પોલિસ ચારેકોર નજર રાખી રહી છે. આ દરમિયાન મુંબઈ પોલિસે JW મેરિયેટ હોટલના ક્લબમાંથી મોડી રાતે પાર્ટીની સૂચના મળી ત્યારબાદ રેડ મારતા ત્યાં ઘણા સ્ટાર્સ પકડાયા.

પાર્ટી કરી રહેલા સ્ટાર્સમાં સુઝાન ખાન પણ શામેલ

પાર્ટી કરી રહેલા સ્ટાર્સમાં સુઝાન ખાન પણ શામેલ

પાર્ટી કરી રહેલા સ્ટાર્સમાં ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝાન ખાનનુ નામ પણ આવતા લોકો ચોંકી ગયા. જો કે સુધાન ખાને આ સમગ્ર મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિક્રિયા આપી છે. સુઝાન ખાને ધરપકડના સમાચારોને ખોટા ગણાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુઝાને પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યુ કે તે અને તેના અમુક દોસ્તો જેડબ્લ્યુ મેરિયેટ, સહાર સ્થિત ડ્રેગન ફ્લાઈ ક્લબમાં હાજર હતા પરંતુ ત્યાં કોઈ ધરપકડ થઈ નથી.

સુઝાને પોસ્ટમાં જણાવ્યુ એ રાતે શું થયુ હતુ

સુઝાને પોસ્ટમાં જણાવ્યુ એ રાતે શું થયુ હતુ

સુઝાને પોતાની પોસ્ટમાં લખ્યુ, ગઈ રાતે હું મારા એક નજીકના દોસ્તના બર્થડે ડિનર પર હતી. અમારામાંથી અમુક લોકો જેડબ્લ્યુ મેરિયેટ, સહાર સ્થિત ડ્રેગન ફ્લાઈ ક્લબ પણ ગયા હતા. લગભગ મોડી રાતે 2.20 વાગે અમુક અધિકારી ક્લબમાં આવ્યા. જ્યારે અધિકારી અને ક્લબ મેનેજમેન્ટ સ્થિતિને સંભાળી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર મહેમાનોને ત્રણ કલાક રાહ જોવા માટે કહેવામાં આવ્યુ. ત્યારબાદ અમને બધાને 6 વાગે જવા દેવામાં આવ્યા. મીડિયા દ્વારા લગાવવામાં આવી રહેલી અટકળો કે ત્યાં ધરપકડ થઈ છે તે એકદમ ખોટુ અને બિનજવાબદાર છે.

પોલિસ વિના મુંબઈકર્સ સુરક્ષિત નથી

પોલિસ વિના મુંબઈકર્સ સુરક્ષિત નથી

સુઝાન ખાને પોતાની એક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ, 'મને સમજમાં ન આવ્યુ કે ત્યાં હાજર મહેમાનોને કેમ રાહ જોવડાવવામાં આવી. અધિકારીઓ અને ક્લબ વચ્ચે શું મામલો હતો એ પણ ખબર ન પડી. હું મારા નિવેદન સાથે બધી વાતો ક્લીયર કરી રહી છુ. હું મુંબઈ પોલિસનુ પણ બહુ સમ્માન કરુ છુ કે તે અમને સુરક્ષિત રાખવા માટે પ્રયાસરત રહે છે, તેમની દરેક સમયે તત્પરતા વિના અમે મુંબઈકર્સ સુરક્ષિત ન રહી શકીએ.'

મંગળનો 24 ડિસેમ્બરે મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે લાભમંગળનો 24 ડિસેમ્બરે મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે લાભ

English summary
Sussanne Khan clarified the arrest during the club party, explained whole matter in the her post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X