For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છ સર્વેક્ષણ 2021: ઈંદોર 5મી વાર ભારતનુ સૌથી સ્વચ્છ શહેર, સુરત અને વિજયવાડા પણ ટૉપ પર

'સ્વચ્છ સર્વેક્ષણ 2021' અભિયાન હેઠળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 342 શહેરોને સમ્માનિત કર્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 'સ્વચ્છ સર્વેક્ષણ 2021' અભિયાન હેઠળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 342 શહેરોને સમ્માનિત કર્યા. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઈંદોર(મધ્ય પ્રદેશ)ને સતત 5મી વાર ભારતનુ સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યુ છે. વળી, સુરત(ગુજરાત) દેશનુ બીજુ અને વિજયવાડા(આંધ્ર પ્રદેશ) દેશનુ ત્રીજુ સૌથી સ્વચ્છ શહેર બન્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના સુરત અને આંધ્ર પ્રદેશના વિજયવાડાને દેશના બીજા અને ત્રીજા સૌથી સ્વચ્છ શહેર બનવા પર સમ્માનિત કર્યા છે. વળી, વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ ગંગા શહેરની કેટેગરીમાં વારાણસી(ઉત્તર પ્રદેશ) પહેલા સ્થાન પર છે.

છત્તીસગઢ બન્યુ દેશનુ સૌથી સ્વચ્છ રાજ્ય

છત્તીસગઢ બન્યુ દેશનુ સૌથી સ્વચ્છ રાજ્ય

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં છત્તીસગઢને ભારતનુ સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કર્યુ છે. 'સ્વચ્છ સર્વેક્ષણ 2021' માં સ્વચ્છ અને કચરા મુક્ત હોવા માટે શહેરોના નગર નિગમને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. 'સ્વચ્છ અમૃત મહોત્સવ' કાર્યક્રમનુ આયોજન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ જે દિલ્લીના વિજ્ઞાન ભવનમાં થયુ.

સ્વચ્છ સર્વેક્ષણ 2021માં 4,320 શહેરોએ લીધો ભાગ

સ્વચ્છ સર્વેક્ષણ 2021માં 4,320 શહેરોએ લીધો ભાગ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં 'સફાઈમિત્ર સુરક્ષા પડકાર' હેઠળ સારુ પ્રદર્શન કરનાર શહેરોને માન્યતા આપીને સ્વચ્થતા કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ મંત્રાલય દ્વારા સીવનર અને સેપ્ટિક ટેંકની મશીનકૃત સફાઈને પ્રોત્સાહન આપવા અને 'ખતરનાક સફાઈ'ને રોકવા માટે શરુ કરવામાં આવેલી એક પહેલ છે. મંત્રાલયે કહ્યુ છે કે 2016માં માત્ર 73 મુખ્ય શહેરોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો પરંતુ વર્ષ 2021માં આ સર્વેક્ષણમાં 4320 શહેરોએ ભાગ લીધો. આ સ્વચ્છ સર્વેક્ષણનુ છ્ઠુ સર્વેક્ષણ છે જે દુનિયાનુ સૌથી મોટુ શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયુ છે.'

5 કરોડથી વધુ લોકોએ આપી પ્રતિક્રિયા

5 કરોડથી વધુ લોકોએ આપી પ્રતિક્રિયા

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, 'આ વર્ષના સર્વેક્ષણની સફળતાનુ અનુમાન તમે એ વાતથી લગાવી શકો છો કે આ વર્ષે 5 કરોડથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી છે. ગયા વર્ષે આ સર્વેક્ષણ દરમિયાન 1.87 કરોડ લોકોએ પ્રતિક્રિયા આપી હતી.' ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના પ્રદર્શનમાં સુધારા પર પ્રકાશ પાડીને મંત્રાલયે કહ્યુ કે છ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાના સમગ્ર સ્તરમાં સુધારામાં 5 ટકાથી 25 ટકા વચ્ચે સમગ્ર સુધારો બતાવ્યો છે. મંત્રાલયે એ પણ કહ્યુ કે 1100થી વધુ શહેરોમાં કચરાના સ્ત્રોત પૃથક્કરણ શરુ કરી દીધુ છે. આ ઉપરાંત 1800 શહેરી સ્થાનિક નિગમોએ સફાઈ કર્મચારીઓને કલ્યાણકારી લાભ આપવાનુ શરૂ કરી દીધુ છે. વળી, 1500 અને શહેરોએ બિન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગના ઉપયોગ, વેચાણ અને ભંડારણ પર પ્રતિબંધને અધિસૂચિત કર્યા છે. અત્યાર સુધી 3000 શહેર પ્રશાસન આને લાગુ કરી ચૂકી છે. મંત્રાલયે કહ્યુ કે બધા પૂર્વોત્તર રાજ્યોએ પોતાના નાગરિકોની પ્રતિક્રિયામાં મહત્વપૂર્ણ સુધારો બતાવ્યો છે.

English summary
Swachh Survekshan 2021 Rank: Indore top Surat and Vijaywada second and third cleanest cities here is list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X