For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્જીકલ સ્ટ્રાઇક 2 અંગે સ્વરા ભાસ્કરનું ટવિટ, લોકોએ ઘેરી

પીએમ મોદી સામે બોલવી સ્વરા ભાસ્કરને ભારે પડી ગયું છે. ખરેખરે સ્વરા ભાસ્કરે ટવિટ કરીને કહ્યું હતું કે આ કામ નો જ ભાગ છે ને? કે પછી તમને તેના માટે અલગથી નંબર જોઈએ છે?

|
Google Oneindia Gujarati News

પુલવામાંમાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ લઇ લીધો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના કેમ્પોને તબાહ કરી નાખ્યા. આ આખા મિશનને પીએમ મોદીની નજર હેઠળ અંઝામ આપવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ આખા મિશન પરરાત ભર જાગીને નજર રાખી. આ અંગે અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટવિટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો: માહિરા ખાનથી વીણા મલિક સુધી, પાકિસ્તાની કલાકારોએ ઉડાવી ભારતની મજાક

યુઝરે સ્વરા ભાસ્કરની બોલતી બંધ કરી

પીએમ મોદી સામે બોલવી સ્વરા ભાસ્કરને ભારે પડી ગયું છે. ખરેખરે સ્વરા ભાસ્કરે ટવિટ કરીને કહ્યું હતું કે આ કામ નો જ ભાગ છે ને? કે પછી તમને તેના માટે અલગથી નંબર જોઈએ છે? સ્વરા ભાસ્કર ઘ્વારા કરવામાં આવેલા ટવિટ પછી યુઝરે તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું. એક યુઝરે કહ્યું કે સ્વરા ભાસ્કર પાસે કોઈ કામ નથી. જયારે કેટલાક યુઝરે કહ્યું કે તેને મોદી ફોબિયા થઇ ગયો છે.

પીએમ મોદીએ કવિતા ઘ્વારા દેશને સંબોધિત કર્યું હતું

હવાઈ હુમલો કર્યા પછી પીએમ મોદીએ રાજસ્થાનમાં એક જનસભા સંબોધિત કરીને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે દેશ સુરક્ષિત હાથોમાં છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કવિતા પણ વાંચી હતી. કવિતા ઘ્વારા પીએમ મોદીએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ દેશને નીચો નહીં નમવા દે. આ બધા માટે સ્વરા ભાસ્કરે ટવિટ કર્યું હતું, પરંતુ સોશ્યિલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલાનો બદલો લીધો

ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલાનો બદલો લીધો

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા. લોકોમાં ગુસ્સો હતો અને તેઓ વારંવાર સરકાર સામે બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. હવે આખરે મંગળવારે ભારતે બદલો લઇ લીધો છે. ખબર આવી રહી છે કે મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા અને તેમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે

English summary
Swara Bhaskar trolls PM Narendra Modi for staying up on Surgical Strike 2 night, Twitteratti trolled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X