For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માહિરા ખાનથી વીણા મલિક સુધી, પાકિસ્તાની કલાકારોએ ઉડાવી ભારતની મજાક

માહિરા ખાનથી લઈ વીણા મલિક સુધી દરેકે બાલાકોટ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

26 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી અને આતંકી કેમ્પોનો ખાતમો કરી દીધો છે. આના પર એક તરફ ભારત અને ભારતીય કલાકારોએ ભારત સરકાર અને એરફોર્સની ખૂબ પ્રશંસા કરી છે ત્યાં બીજી તરફ પાકિસ્તાની કલાકારો નારાજ અને ભડકેલા જોવા મળી રહ્યા છે. માહિરા ખાનથી લઈ વીણા મલિક સુધી દરેકે આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. અમુક કલાકારોએ શાંતિ જાળવી રાખવાની અને યુદ્ધને પ્રોત્સાહન ના આપવાની વાત કરી છે. જ્યારે અમુક પાકિસ્તાની કલાકારોએ ભારતની મજાક ઉડાવી છે અને સર્જીકલ સ્ટ્રાઈક જૂઠ ગણાવ્યુ છે.

ભારતીય ફિલ્મો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

ભારતીય ફિલ્મો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં આપણા 40 જવાન શહીદ થઈ ગયા હતા. જેના 13 દિવસ બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી અને 250-300 આતંકી અને તેમના કેમ્પોને નષ્ટ કરી દીધા. પાકિસ્તાને આ હુમલામાં કોઈ પણ પ્રકારના નુકશાનને માનવાનો ઈનકાર કર્યો છે. પરંતુ ભારતીય ફિલ્મો પર ત્યાં પ્રતિબંધ મૂકી દીધો છે. અહીં વાંચો, પાકિસ્તાની કલાકારોના નિવેદન -

માહિરા ખાન

માહિરા ખાન

ફાતિમાએ ટ્વિટમાં લખ્યુ હતુ, ‘આનાથી ખરાબ કંઈ ન થઈ શકે કે લોકો યુદ્ધને ચીયર કરી રહ્યા છે... પાકિસ્તાન જિંદાબાદ..'

માવરા હોકેન

માવરા હોકેન

ફિલ્મ સનમ તેરી કસમમાં જોવા મળેલી માવરા હોકેને કહ્યુ, ‘યુદ્ધમાં કોઈ વિજેતા નથી હોતુ, આ સમય છે માનવતાને સમજવાનો. મીડિયાએ આ જવાબદારી લેવી જોઈએ કે વાતને યોગ્ય રીતે રજૂ કરે. આ આપણી જવાબદારી છે કે આપણે શાંતિ જાળવી રાખીએ. હંમેશા શાંતિની પ્રાર્થના કરુ છુ.'

વીણા મલિક

વીણા મલિક

બિગ બૉસમાં જોવા મળી ચૂકેલી પાકિસ્તાની કલાકાર વીણા મલિકે કરણ જોહરની ફિલ્મના ડાયલૉગની મજાક ઉડાવતા લખ્યુ, ‘My Name is a tree...And I'm not a Terrorist..'

હમજા અલી અબ્બાસી

હમજા અલી અબ્બાસી

‘બાલાકોટ, બહુ સરસ ઈન્ડિયા... આ પહેલા ફેક ‘સર્જિકલ સ્ટ્રાઈક' ની વાર્તાથી વધુ સારી વાર્તા છે. This time yes IAF aircraft crossed LOC 4 to 6 miles at 2.55 a.m. and had to retreat at 2.59 a.m. due to PAF (Pakistan Air Force) scrambling, dropping the load on the way martyring our trees. પરંતુ હવે પાકિસ્તાની જવાબી કાર્યવાહી જરૂર કરવી જોઈએ.'

ફહાદ મુસ્તાફા

ફહાદ મુસ્તાફા

અભિનેતા ફહાદ મુસ્તાફાએ લખ્યુ, ‘War does not determine who is right ...Only who is left. Say no to war.'

સર્જીકલ સ્ટ્રાઈક 2

સર્જીકલ સ્ટ્રાઈક 2

નોંધનીય છે કે સર્જીકલ સ્ટ્રાઈક પર ભારતીય કલાકારોએ ભારતીય એરફોર્સ, ભારતીય સેનાની દિલ ખોલીને પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ Video: બગ્ગીમાં બેસીને રૉયલ અંદાજમાં પ્રી વેડિંગમાં પહોંચ્યા આકાશ-શ્લોકા અંબાણીઆ પણ વાંચોઃ Video: બગ્ગીમાં બેસીને રૉયલ અંદાજમાં પ્રી વેડિંગમાં પહોંચ્યા આકાશ-શ્લોકા અંબાણી

English summary
Mahira Khan, Veena Malik and other Pakistani Artists reacts on Surgical Strike 2 done by Indian Air Force on Balakot, Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X