For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ સામે વધતા ગુનાઓ પર સ્વાતિ માલીવાલે PMને લખ્યો પત્ર, કરી આ 6 માંગ

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી દેશમાં જનતાથી લઈને નેતા સુધી બધુ દુઃખી છે. આ માટે મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમરણ ઉપવાસ કરવાની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યાથી દેશમાં જનતાથી લઈને નેતા સુધી બધુ દુઃખી છે. આ માટે મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમરણ ઉપવાસ કરવાની વાત કહી છે. સ્વાતિએ દેશમાં મહિલાઓ સામે વધતા ગુનાઓને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમાં તેમણે પ્રધાનમંત્રીને લખ્યુ છે કે હું આશા રાખુ છુ કે તમે પોતાની દીકરીઓની ચીસો વધુ દિવસો સુધી અનસુની નહિ કરો.

6 મહિનામાં ફાંસીની સજા થાય

6 મહિનામાં ફાંસીની સજા થાય

સ્વાતિએ આ પત્રમાં કહ્યુ છે કે, ‘માત્ર કાયદો બનાવી દેવો પૂરતો નથી, તેને લાગુ પણ કરવો પડશે. આપને ભલામણ છે કે તત્કાલ બધા રેપિસ્ટોને 6 મહિનામાં ફાંસીની સજાનો કાયદો લાગુ થાય અને આના માટે જરૂરી તંત્ર પણ શરૂ કરવામાં આવે. આ તંત્રને લાગુ કરવા માટે અમુક માંગો પૂરી કરવી ઘણી જરૂરી છે તેને મનાવવા માટે હું આજથી અમરણાંત ઉપવાસ પર બેસીશ. જ્યાં સુધી મારી માંગો પૂરી નહિ થાય ત્યાં સુધી હું ઉપવાસ નહિ તોડુ.'

શું છે માંગો?

આમાં સ્વાતિએ 6 માંગો પણ રાખી છે જેવી કે - ‘નિર્ભયાના દોષિતોને તરત જ ફાંસીની સજા આપવામાં આવે, બળાત્કારીઓને 6 મહિનામાં ફાંસી થાય, દેશના બધા રાજ્ય પોલિસને પૂરતા પોલિસકર્મી આપવામાં આવે, બધા જિલ્લામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બને, મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડનો ઉપયોગ થાય, પોલિસની જવાબદેહી નક્કી કરવામાં આવે.'

33 હજાર પીડિતાઓની મદદ કરી

33 હજાર પીડિતાઓની મદદ કરી

સ્વાતિએ આમાં લખ્યુ છે કે દિલ્લી મહિલા પંચે 55 હજાર કેસમાં સુનાવણી કરી છે. 2.15 લાખ કૉલ્સ 181 હેલ્પલાઈન પર અટેન્ડ કર્યા,75 હજાર ગ્રાઉન્ડ વિઝિટ કરી, 33 હજાર કોર્ટ કેસમાં પીડિતાઓની મદદ કરી, 11 હજાર કાઉન્સેલિંગ સેશન કર્યા અને 200થી વધુ સૂચનો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને આપ્યા છે.

આ પણ વાંચોઃ હૈદરાબાદઃમહિલા ડૉક્ટરનો તેની બહેનને છેલ્લો કૉલ, 'મારી સાથે વાત કરતી રહે, મને ડર લાગે છે..'આ પણ વાંચોઃ હૈદરાબાદઃમહિલા ડૉક્ટરનો તેની બહેનને છેલ્લો કૉલ, 'મારી સાથે વાત કરતી રહે, મને ડર લાગે છે..'

English summary
Swati Maliwal writes to Prime Minister Narendra Modi over crimes against women in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X