For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજની રાત કંઈક આવો દેખાશે તાજમહેલ, દીદાર માટે આવ્યા લાખો પર્યટક

શરદ પૂર્ણિમાની રાતે તાજના સંગેમરમરી પત્થરો અને ચાંદની વચ્ચે મોહબ્બતથી નીકળતી ચમક જોવા માટે લોકોની ભીડ તાજનગર પહોંચવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

શરદ પૂર્ણિમાની રાતે તાજના સંગેમરમરી પત્થરો અને ચાંદની વચ્ચે મોહબ્બતથી નીકળતી ચમક જોવા માટે લોકોની ભીડ તાજનગર પહોંચવા લાગી છે. મંગળવારની રાતથી લઈને બુધવારની રાત સુધી લોકો આ ચમકના દીદાર કરી શકશે.

આ પણ વાંચોઃ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણોઆ પણ વાંચોઃ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણો

taj

વર્તમાનમાં પુરાતત્વ વિભાગે દરેક પૂર્ણિમાના 2 દિવસ પહેલા અને બાદ મળીને પાંચ દિવસ તાજ પર રાત્રિ દર્શનની વ્યવસ્થા કરી છે. જેની ટિકિટ એ જ દિવસે સવારે દસથી બાર વાગ્યા સુધી પુરાતત્વ વિભાગના ફતેહાબાદ રોડ કાર્યાલય પર મળવાની શરૂ થઈ ગઈ છે. રવિવારથી જ તાજના રાત્રિ દર્શન માટે લોકોની ભીડ આવવી શરૂ થઈ ગઈ છે. સોમવારે 500 લોકોએ ટિકિટ ખરીદી અને આજે પણ બધી 500 ટિકિટ વેચાઈ ચૂકી છે. રાતમાં 50-50 લોકોના સ્લોટમાં તાજના દીદાર કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળીઆ પણ વાંચોઃ ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળી

મંગળવારે પણ તાજ પર રાત્રિ દર્શન ફૂલ જ રહેવાનું છે. તમને જણાવી દઈએ કે રાતના સમયેં તાજમહેલની અંદર ઉપરાંત સૌથી સુંદર નઝારો મહતાબ બાગમાંથી જ મળે છે. મહતાબ બાગમાં રાતે કોઈને પ્રવેશ મળતો નથી પરંતુ બાજુમાં પીએસી કેમ્પ પાસે લોકો ચાંદની રાતે તાજના દીદાર કરી પ્રફૂલ્લિત થાય છે. તાજનગરીના ગુરુદ્વારા ગુરુના તાલ પર દર વર્ષની જેમ આ વખતે પણ દમ અને પાઈલ્સના ઈલાજની દવા વહેંચવામાં આવી. એવી માન્યતા છે કે આ દવા ખીર સાથે મીલાવીને ચાંદની રોશનીમાં આખી રાત રાખી મૂકી સવારે ખાવામાં આવે છે. આ ખીરથી લોકોને ફાયદો થાય છે.

English summary
taj looks different on sharad poornima in agra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X