For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 25 લાખને પાર, ગત 24 કલાકમાં 944ના મોત

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 25 લાખને પાર, ગત 24 કલાકમાં 944ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખા દેશમાં કોરોનાનો તાંડવ ચાલુ છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં દેશમાં 25 લાખ 89 હજાર 682 લોકો કોરોનાથી સંક્રમિત થી ચૂક્યા છે, જેમાંથી 49,980 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 6 લાખ 77 એક્ટિવ કેસ છે અને 18 લાખ 66 હજાર લોકો ઠીક થઈ ચૂક્યા છે, જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 63000 નવા દર્દી સામે આવ્યા અને 944 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકા અને બ્રાઝીલમાં ગત દિવસોમાં ક્રમશઃ 53,523 અને 38,937 નવા મામલા સામે આવ્યા, ભારતમાં 13 ઓગસ્ટે રેકોર્ડ 66,999 મામલા સામે આવ્યા.

દેશમાં કોરોના ચિંતાજનક સ્તરે

દેશમાં કોરોના ચિંતાજનક સ્તરે

જણાવી દઈએ કે ભારતમાં વધતા કોરોનાના દર્દીઓએ લોકોની ચિંતા વધારી દીધી છે, જાણીને દંગ રહી જશો કે ભારત ઓગસ્ટ મહિનામાં સૌથી મોટો કોરોના હોટસ્પોટ તરીકે સામે આવ્યો છે, ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં દુનિયામાં આવેલ કોરોનાના નવા કેસોમાં લગભગ 25 ટકા મામલા માત્ર ભારતમાંથી સામે આવ્યા છે, 1થી 8 ઓગસ્ટ સુધી દુનિયામાં 20 લાખથી વધુ કોરોનાના મામલા સામે આવ્યા છે, જેમાં 4.55 લાખ કેસ ભારતમાં છે, જેમને એવરેજ દરરોજ 57 હજાર કેસ માનવામાં આવી રહ્યા છે.

ભારતમાં નવા કેસમાં 25 ટકા વધારો

ભારતમાં નવા કેસમાં 25 ટકા વધારો

સંક્રમણના મામલામાં અમેરિકા પહેલા નંબરે બ્રાઝીલ બીજ નંબરે અને ભારત ત્રીજા નંબરે છે પરંતુ ઓગસ્ટમાં વધેલા નવા કેસોની વાત કરીએ તો ભારતમાં દર્દીની સંખ્યામાં ઘણો વધારો થયો છે, ઓગસ્ટમાં ભારતમાં નવા કેસમાં 25 ટકાનો વધારો થયો છે અને જો આવા જ હાલ રહ્યા તો ભારત બ્રાઝીલને પણ પાછળ છોડી શકે છે, જણાવી દઈએ કે અત્યાર સુધીના આંકડા મુજબ અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ 53,523 અને 38,937 નવા મામલા આવ્યા છે, ભારતમાં 13 ઓગસ્ટે રેકોર્ડ 66,999 મામલા આવ્યા હતા. જણાવી દઈએ કે હાલમાં જ WHO પ્રમુખે કહ્યું હતું કે હવે દુનિયાએ કોરોના વાયરસ સાથે જીવતા સીખવું પડશે.

લક્ષણ વિનાના કોરોના દર્દીથી વાયરસ ફેલાવવાનો ખતરો

લક્ષણ વિનાના કોરોના દર્દીથી વાયરસ ફેલાવવાનો ખતરો

મેડિકલ જનરલ JAMA ઈન્ટરનેશનલ મેડિસિનમાં પ્રકાશિત એક દક્ષિણ કોરિયાઈ અધ્યયનમાં જાણવા મળ્યું કે કોવિડ 19 લક્ષણ વિનાના દર્દી પણ લક્ષણવાળા દર્દી સમાન કોરોના ફેલાવે છે. નિષ્ણાંતોએ 6 માર્ચથી 26 માર્ચ વચ્ચે 300થી વધુ રોગીઓ માટે સ્વેબનું વિશ્લેષણ કર્યું. કુલ 193 દર્દી જેમાં લક્ષણ જોવા મળ્યા જ્યારે 110માં કોઈ લક્ષણ જોવા નહોતા મળ્યા.

વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધીવડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી

English summary
tally of corona patients in the india has crossed 25 lakh, 944 died in the last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X