For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનઃ તમિલનાડુ, તેલંગાના, બંગાળમાં મળ્યા નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા થઈ 73

દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅંટના કેસ હવે વધવા લાગ્યા છે જેના કારણે લોકોમાં ડર પેદા થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅંટના કેસ હવે વધવા લાગ્યા છે જેના કારણે લોકોમાં ડર પેદા થઈ ગયો છે. બુધવારે તમિલનાડુમાં પણ ઓમિક્રૉનનો પહેલો કેસ સામે આવ્યો છે. કાલે ત્રણ રાજ્યો - તમિલનાડુ, તેલંગાના અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રૉનના કેસ મળ્યા છે જેનાથી ભારતમાં કુલ ઓમિક્રૉનની સંખ્યા 73 થઈ ગઈ છે. બંગાળમાં સાત વર્ષના બાળકમાં ઓમિક્રૉનના કેસ મળ્યા છે. તે હાલમાં જ પોતાના પરિવારવાળા સાથે અબૂ ધાબીથી ભારત આવ્યો હતો.

corona

જ્યારે તમિલનાડુમાં એક 47 વર્ષીય વ્યક્તિ જે હાલમાં જ પોતાના પરિવારના છ સભ્યો સાથે નાઈજીરિયાથી ભારત પાછો આવ્યો હતો તેમાં ઓમિક્રૉન વેરિઅંટ જોવા મળ્યો છે. પરિવારના બાકીના સભ્યો પણ કોરોના સંક્રમિત નીકળ્યા છે પરંતુ નવો વેરિઅંટ તેમાં જ મળ્યો છે. આ રાજ્યમાં નવા વેરિઅંટવાળો પહેલો કેસ છે. વળી, તેલંગાનામાં કેન્યાની એક 24 વર્ષીય મહિલા અને સોમાલિયાના એક 23 વર્ષીય વ્યક્તિમાં ઓમિક્રૉન મળ્યો છે. આ બંને 12 ડિસેમ્બરે હૈદરાબાદ આવ્યા હતા.

મહારાષ્ટ્ર અને કેરળમાં ઓમિક્રૉન વેરિઅંટના 4-4 દર્દી

આ પહેલા બુધવારે મહારાષ્ટ્ર અને કેરળમાં આ વેરિઅંટના 4-4 નવા દર્દી મળ્યા છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 70થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. હાલમાં રાજ્યમાં ઓમિક્રૉન સંક્રમિતોની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે જાન્યુઆરી મહિનામાં કેસ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે માટે પ્રશાસને મુંબઈમાં અમુક કડક પ્રતિબંધ લગાવ્યા હતા જેને સરકારે 31 ડિસેમ્બર સુધી વધારી દીધા છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

આરટી-પીસીઆર પરીક્ષણનુ પ્રી-બુકિંગ

ઓમિક્ર઼નના વધતા પ્રકોપને જોતા સરકારે 20 ડિસેમ્બરથી ભારતની યાત્રા કરનાર મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ 'જોખમવાળા' દેશોમાંથી આવતા મુસાફરોએ હવે આરટી-પીસીઆર પરીક્ષણનુ પ્રી-બુકિંગ કરાવવુ પડશે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરી દીધા છે. આ પ્રી-બુકિંગ ટેસ્ટ છ મુખ્ય એરપોર્ટ - દિલ્લી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, બેંગલુરુ અને હૈદરાબાદમાં થશે પરંતુ જો કોઈ વ્યક્તિ આને મેળવવામાં અસમર્થ હોય તો તેને યાત્રા કરવાથી રોકવામાં આવશે નહિ.

આ છે જોખમવાળા દેશ

યુનાઈટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ઝિમ્બાબ્વે, તાંઝાનિયા, હોંગકોંગ, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ અને ઈઝરાયેલ.

English summary
Tamil Nadu, Telangana, West Bengal see first sases of Omicron; India’s total cases of Omicron crosses 73.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X