તમિલનાડુઃ મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દૂર્ઘટના, કરન્ટ લાગવાથી 11 લોકોના મોત
તમિલનાડુઃ તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 11 લોકોના કરન્ટ લાગવાથી મોત થઈ ગયા છે. આ દૂર્ઘટનામાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલિસ પ્રશાસને ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરુ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે મંદિરમાં 94મો અપ્પર ગુરુપૂજા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેમાં શામેલ થવા માટે મંગળવારે રાતથી જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
તંજવૂરના ડીએમે ઘટનાની માહિતી આપીને કહ્યુ કે શોભાયાત્રાવાળી ગાડી જે તારના સંપર્કમાં આવી, તેમાં વિજળી સુચારુ રીતે ચાલી રહી હતી, જેના કારણે આ દૂર્ઘટના બની. ત્રિચરાપલ્લા સેન્ટ્રલ ઝોનના આઈડી વી બાલકૃષ્ણએ જણાવ્યુ કે અત્યાર સુધી આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. આ દૂર્ઘટના ગાડીના વિજળીના તારના સંપર્કમાં આવવાથી થઈ છે. આ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. દૂર્ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
#WATCH | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district in Tamil Nadu pic.twitter.com/F4EdBYb1gV
— ANI (@ANI) April 27, 2022