તમિલનાડુ સરકારે પણ 31 મે સુધી લૉકડાઉન લબાવ્યું, 10 હજારથી વધુ મામલા નોંધાયા

તમિલનાડુ સરકારે પણ 31 મે સુધી લૉકડાઉન લબાવ્યું, 10 હજારથી વધુ મામલા નોંધાયા

નવી દિલ્હીઃ સરકાર તરફથી તમામ કોશિશો છતાં પણ કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આખા દેશમાં લૉકડાઉન લાગૂ થવા પર પણ દરરોજ કોરોનાના આંકડા રેકોર્ડ તોડ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ 18 મેથી લૉકડાઉનના ચોથા તબક્કાનું એલાન કરી દીધું હતું, જો કે આ વખતે લૉકડાઉનમાં વધુ છૂટ ના મળવાની સંભાવના મળી છે. જ્યારે વધતા મામલાને જોતા પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પોતાના રાજ્યોમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે.

lockdown

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ તમિલનાડુ કોરોનાનું ત્રીજું સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 10585 મામલા સામે આવી ચૂક્યા છે, જેમાંથી 74 લોકોના મોત થાં છે. રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધી 3538 લોકો રિકવર થઈ ચૂક્યા છે, જે કારણે ત્યાં એક્ટિવ કેસની સખ્યા 6973 જ છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ તમિલનાડુ સરકારે 31 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. આ દરમિયાન ગ્રીન ઝોનમાં છૂટ આપવામા આવી શકે છે. તમિલનાડુ સરકાર મુજબ જલદી જ આને લઈ વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવશે.

દેશમાં 90 હજારથી વધુ મામલા

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ પાછલા 24 કલાકમાં સૌથી વધુ 4987 કોરોના વાયરસથી સંક્રમણના મામલા સામે આવ્યા છે, જ્યારે 120 લોકોના મોત થયા છે. આની સાથે જ દેશણાં કોરોના વાયરશથી સંક્રમિત લોકોની સખ્યા 90927 થઈ ગઈ છે, જેમાં 53946 એક્ટિવ મામલા છે, જ્યારે 34109 લોકોને ડિસ્ચાર્જ કરી ઘરે મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 2872 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X