For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુઃ જલ્લીકટ્ટુમાં 2 લોકોનાં મોત, 30 ઘાયલ

તમિલનાડુઃ જલ્લીકટ્ટુમાં 2 લોકોનાં મોત, 30 ઘાયલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તમાલનાડુમાં પારંપારિક રમત જલ્લીકટ્ટુ દરમિયાન 2 લોકોનાં મૃત્યુ થયાં જ્યારે અન્ય 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે તમિલનાડુના પુડોકોટ્ટઈ જિલ્લામાં બની હતી. જલ્લીકટ્ટુ તમિલનાડુની પારંપરિક મત છે જેમાં પુરુષ સાંઢને રોકવાની કોશિશ કરે છે. આ કાર્યક્રમનું આયોજન તમિલનાડુના સ્વાસ્થ્યમંત્રી સી વિજયભાષ્કરે કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં રમત દરમિયાન વધુમાં વધુ સાંઢ છોડવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

jalikattu

આ કાર્યક્રમ દરમિયાન એક સાથે 424 ખેલાડી અને 1354 ખુટિયાઓએ ભાગ લીધો હતો, જે ગયા વર્ષના રેકોર્ડથી બેગણો છે. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ જલ્લીકટ્ટુને પરાક્રમ અને સાહસની રમત ગણાવી. આ કાર્યક્રમનું આયોજન કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ ગર્વની વાત છે કે હું આ કાર્યક્રમનો ભાગ બન્યો. જલ્લીકટ્ટુ તામિલ લોકોના સાહસ અને શૌર્યનો પરિચય આપે છે.

વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં એકસાથે 1354 સાંઢે ભાગ લીધો હતો જે ગયા વર્ષની સરખામણીમાં ડબલ છે. ગયા વર્ષે 647 સાંઢ છોડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે જલ્લીકટ્ટુ તમિલનાડુની ભારે લોકપ્રિય પારંપરિક રમત છે, જેમાં ખેલાડી સાંઢ ઉપર બેસે છે અને સાંઢ ત્રણ વાર કુદે ત્યાં સુધી તેની ઉપર બેસવામાં સફળ રહે તે ખેલાડી વિજેતા બને છે. 2014માં સુપ્રીમ કોર્ટે આ રમત પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ ખેલને જાનવરો પ્રત્યે ક્રૂરતા ગણાવ્યો હતો, સાથે જ લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો- આવા લોકો પર જિંદગી ભર રહે છે શનિદેવની કૃપા

English summary
Tamilnadu: Two died 30 injured in Jallikattu world record made.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X