For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવા લોકો પર જિંદગી ભર રહે છે શનિદેવની કૃપા

ગ્રહો સાથે આપણા જીવનનો ગાઢ સંબંધ હોય છે. આપણી સાથે જે શુભ કે અશુભ ઘટનાઓ બને છે, તે બધુ જ ગ્રહો આધારિત છે.

|
Google Oneindia Gujarati News

ગ્રહો સાથે આપણા જીવનનો ગાઢ સંબંધ હોય છે. આપણી સાથે જે શુભ કે અશુભ ઘટનાઓ બને છે, તે બધુ જ ગ્રહો આધારિત છે. સૌથી ક્રૂર જે ગ્રહને માનવામાં આવે છે, જેનાથઈ લોકો સૌથી વધુ ડરે છે તે છે શનિ. જે પણ જાતકની કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ હોય, તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. એટલે જ લોકો શનિની સાડાસાતીથી ડરે છે.

પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે કેટલાક લોકો પર શનિનો પ્રભાવ આખી જિંદગી રહે છે. જો કે આ માટે તેમણે જાતભાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેમ છતાંય તેઓ આગળ વધતા જ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો પર શનિદેવની કૃપા હોય તેઓ હજારો મુશ્કેલીઓ છતાંય અંતે સફળ થઆય છે. જે લોકો પર શનિની કૃપા હોય તેમની અંદર કેટલાક ખાસ લક્ષણ હોય છે. તો ચાલો જાણીએ કેવા લોકો પર જિંદગીભર શનિદેવની કૃપા વરસે છે.

આ પણ વાંચો: જાણો શનિ દેવ કોનાથી થાય છે ભયભીત અને કેમ?

1. શારિરીક કષ્ટ

1. શારિરીક કષ્ટ

આવા લોકોને આરોગ્યને લગતી તકલીફો બાળપણથી જ રહ્યા કરે છએ, ખાસ કરીને તેમને હાડકામાં દર્દની ફરિયાદ રહે છે. એટલું જ નહીં જો તેમને વાગે તો તે ઘા આખું જીવન પરેશાન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય પરંતુ આ લોકો તેને ક્યારેય મોટી દર્શાવતા નથી.

2. મહેનતુ

2. મહેનતુ

જે જાતકો પર શનિદેવની કૃપા વરસે છે, તેઓ પોતાની મહેતન અને બુદ્ધિથી સફળતા પ્રાપ્ત કરે છે. તેમને બીજાની મદદ લેવી નથી ગમતી. તેઓ પોતાના દમ પર આગળ વધવા ઈચ્છતા હોય છે.

3. એકલા રહેવું

3. એકલા રહેવું

આવા જાતકોનો પરિવાર હોવા છતાંય તેઓ હંમેશા એકલતા મહેસૂસ કરે છે. તેમને સંબંધોની સત્યતા સમજાય એટલા માટે શનિદેવ તેમને ભ્રમથી દૂર રાખવા માગે છે એટલે તેઓ એકલતા અનુભવે છે. આ ઉપરાંત શનિદેવ લાલચ, છળ, કપટ જેવી બાબતો ગમતી નથી. એટલે જેના પર શનિદેવ પ્રસન્ન થઆય છે તે વ્યક્તિ આ બાબતોથી દૂર રહે છે.

4. સત્યનો સાથ આપવો

4. સત્યનો સાથ આપવો

શનિદેવ સ્વયં ન્યાયપ્રિય છે એટલે તેમની કૃપા મેળવનાર લોકો પણ ન્યાય અને સત્યનો સાથ આપે છે. તેમને ખોટું કામ કરવું નથી ગમતું ન તો તેઓ ખોટાનો સાથ આપે છે. તેઓ સવ્યં સત્યના માર્ગે જ ચાલે છે, અને બીજાને પણ તેવી જ સલાહ આપે છે. સામાજિક જીવનમાં આ જ વાત તેમને નડે છે, એટલે તેઓ લોકો સાથે ઝડપથી ભળી નથી શક્તા.

5. 35ની ઉંમરે મળે છે સફળતા

5. 35ની ઉંમરે મળે છે સફળતા

શનિ દેવની કૃપા મેળવનાર લોકોને હંમેશા 35 વર્ષ કે તે પછી જ મોટી સફળતા મળી જાય છે. તેઓ પોતાની મહેતન અને પ્રામાણિક્તા માટે જાણીતા હોય છે.

6. વૈરાગ્ય

6. વૈરાગ્ય

શનિપ્રધાન વ્યક્તિઓને વૈરાગ્ય પસંદ હોય છે. તેઓ વિવાહ કરવા નથી ઈચ્છતા. મોટા ભાગે તેઓ સંન્યાસી અને સમાજ સુધારક બની જાય છે.

English summary
Impact of Shani on Human Life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X