
ટાટાએ ઇલ્કર આયસીને સોંપી એર ઈન્ડિયાની જવાબદારી, જાણો કોણ છે આ નવા CEO?
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : એર ઈન્ડિયાના નવા MD અને CEOને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા સન્સે સોમવારે તુર્કી એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીને એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. ટાટા સન્સે તેના પત્રમાં જણાવ્યું છે કે બોર્ડે યોગ્ય વિચાર-વિમર્શ બાદ એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે ઇલ્કર આઈસીની નિમણૂકને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે એર ઈન્ડિયાની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોર્ડ અનુસાર, હવે ઇલ્કર આઈસીનું નામ મંજૂરી માટે રેગ્યુલેટરને મોકલવામાં આવશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ બોર્ડ મીટિંગમાં હાજર હતા, તેમણે ICની નિમણૂક પર જણાવ્યું હતું કે, "ઇલ્કર એવિએશન ઉદ્યોગના અગ્રણી છે, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન ટર્કિશ એરલાઇન્સને તેની વર્તમાન સફળતા તરફ દોરી છે. અમે ઇલ્કરનું સ્વાગત કરવા માંગીએ છીએ. તેઓ એર ઈન્ડિયાને એક નવા યુગમાં જ્યાં લઈ જશે તે જાણીને આનંદ થયો.
Tata Sons appoints Ilker Ayci as CEO & MD of Air India pic.twitter.com/HuGfJ82B9d
— ANI (@ANI) February 14, 2022
જાણકારી અનુસાર, નવા CEO ઇલ્કર 1 એપ્રિલ, 2022થી એર ઈન્ડિયામાં પોતાની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે 51 વર્ષીય ઈલ્કર તુર્કી એરલાઈન્સના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ તુર્કીની બિલકેન્ટ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના 1994 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.