Cyclone Tauktae: IMDએ તૌકતેને અત્યંત ગંભીર વાવાઝોડુ ઘોષિત કર્યુ, જાણો અત્યાર સુધીની મોટી અપડેટ
ભારતીય હવામાન વિભાગ(IMD)એ વાવાઝોડા 'તૌકતે'ને 'અત્યંત ગંભીર વાવાઝોડુ' ઘોષિત કરી દીધુ છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગ(IMD)એ વાવાઝોડા 'તૌકતે'ને 'અત્યંત ગંભીર વાવાઝોડુ' ઘોષિત કરી દીધુ છે. વિભાગનુ કહેવુ છે કે આ વાવાઝોડુ ખૂબ જ શક્તિશાળી થઈ ગયુ છે કે જે ઘણો વિનાશ કરી શકે છે. એવુ અનુમાન છે કે આ વાવાઝોડુ આજે ગુજરાતના તટ પર 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. આના કારણે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. હાલમાં વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.

આવો, જાણીએ વાવાઝોડા સંબંધિત 10 અપડેટ
- ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે તૌકતે અત્યંત ભીષણ વાવાઝોડામાં બદલાઈ ચૂક્યુ છે.
- મુંબઈ એરપોર્ટને આજે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. મુંબઈમાં વરસાદ સતત ચાલુ છે.
- મુંબઈમાં બાંદ્રા-વર્લી સી-લિંકને આગલા આદેશ સુધી અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.
- વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં 6487 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
- મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ આપ્યુ છે.

મુંબઈ અને ગુજરાતમાં વેક્સીનેશન બંધ
- વાવાઝોડાના કારણે આજે મુંબઈ અને ગુજરાતમાં વેક્સીનેશન કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.
- એનડીઆરએફ ઉપરાંત સેના, નૌકાદળ અને તટરક્ષક દળની ટીમો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં તૈનાત કરવામાં આવી છે.
- ગુજરાતના 17 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં દોઢ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.
- અનુમાન છે કે ગુજરાતમાં વાવાઝોડુ 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાશે.
- હવામાન વિભાગે જણાવ્યુ છે કે 18 મેના રોજ સવારે વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતમાં ટકરાશે.

તૌકતેના કારણે ભારે નુકશાન
તમને જણાવી દઈએ કે તૌકતે વર્ષ 2021નુ પહેલુ વાવાઝોડુ છે જેના નામ મ્યાનમારે રાખ્યુ છે. આના કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે નુકશાન થયુ છે. સિંધુદૂર્ગ, રત્નાગિરી, રાયગઢ અને ઠાણેમાં વાવાઝોડાના કારણે ઘણુ આર્થિક નુકશાન થયુ છે. વાવાઝોડાના કારણે ઘણા ઘરો અને છતો ધરાશાયી થઈ ગયા છે. રત્નાગિરીમાં 3896, સિંધુદૂર્ગમાં 144 અને રાયગઢમાં 2500 લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
