For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશઃ તોડફોડના વિરોધમાં ટીડીપીએ કર્યુ રાજ્યવ્યાપી બંધનુ આહ્વાન, પોલિસ રોકવામાં લાગી

આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) તરફથી રાજ્યવ્યાપી બંધનુ આહ્વાન કરવામાં આવ્યુ છે.

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) તરફથી રાજ્યવ્યાપી બંધનુ આહ્વાન કરવામાં આવ્યુ છે. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તા વિવિધ સ્થળોએ પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી નેતાઓનુ કહેવુ છે કે તેમના બંધનુ આયોજન મંગલાગિરીમાં પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં તોડફોડના વિરોધમાં થઈ રહ્યુ છે. ટીડીપીના ટીએનટીયુસી(તેલુગુનાડુ ટ્રેડ યુનિયન કાઉન્સિલ)ના નેતા અને કાર્યકર્તા જે વિજયવાડામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તેમની પોલિસે ધરપકડ કરી લીધી છે. વળી, ઘણા સ્થળોએ પોલિસકર્મીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે. પોલિસ પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવામાં લાગી છે.

telugu

તમને જણાવી દઈએ કે મંગળાગિરીમાં પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં તોડફોડના વિરોધમાં આજે રાજ્યવ્યાપી બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ટીડીપીના ટીએનટીયુસીના નેતા અને કાર્યકર્તાઓની પોલિસે ધરપકડ કરી છે. તે વિજયવાડામાં રસ્તા પર ઉતર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ હતુ કે ડીજીબી(પોલિસ મહાનિર્દેશક) કાર્યાલય 100 મીટર દૂર છે, મુખ્યમંત્રીનુ ઘર પાસે છે તેમછતાં તેમણે હુમલો કર્યો. મે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરી, બંનેએ જવાબ આપ્યો છે. નાયડુએ એ પણ યાદ કરાવ્યુ કે કેવી રીતે હાલમાં જ એક વાયએસઆરસીપી ધારાસભ્યના સહયોગીઓ દ્વારા અમરાવતીમાં તેમના પોતાના નિવાસમાં તોડફોડ કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ બધા વિપક્ષી દળોને બુધવારે ટીડીપી દ્વારા બોલાવેલા બંધમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. જનસેના પ્રમુખ અને અભિનેતા પવન કલ્યાણે રાજ્યના વિપક્ષી દળો કોંગ્રેસ અને ભાજપ સાથે ટીડીપીના કાર્યાલયો પર હુમલાની નિંદા કરી.

તમને જણાવી દઈએ કે મંગળગિરી સ્થિત ટીડીપીના મુખ્યાલય અને વિશાખાપટ્ટનમ તેમજ અન્ય જગ્યાઓએ સ્થિત કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી. વાયએસઆર કોંગ્રેસનો આરોપ છે કે વિપક્ષી દળના પ્રવકતાએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પહેલા મંગળવારે સવારે જ ટીડીપી પ્રવકતા પટ્ટાભિરામે પૂર્વ મંત્રી નક્કા આનંદા બાબુને પોલિસ નોટિસ મોકલાતા વાંધો દર્શાવ્યો. બાબુએ કથિત રીતે જગન વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આંધ્ર પ્રદેશ ટીડીપીના અધ્યક્ષ અચનનાયડુએ કહ્યુ કે મુખ્યાલય તેમજ કાર્યાલયો અને પાર્ટી નેતાઓના આવાસો પર વાયએસઆર કોંગ્રેસના ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની પાર્ટી આકરી નિંદાકરે છે. અમને સમજમાં નથી આવતુ કે આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ કે ફાંસીવાદી દેશમાં. મુખ્યમંત્રીએ આ હુમલાની જવાબદારી લેવી જોઈએ.

English summary
TDP statewide bandh today in Andhra Pradesh, Leaders and workers of TDP's TNTUC detained by Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X