સ્કૂલ છુટતા જ પોર્ન ક્લાસ, ટીચરોએ બતાવી અશ્લીલ ફિલ્મો
પટનાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્ય વિદ્યાલય ના છોકરા છોકરીઓ ને લેપટોપ પર ફિલ્મો બતાવતા ટીચરોને ગામ લોકોએ બંધક બનાવ્યા અને બાદમાં પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી. પોલીસે વિદ્યાલયમાં પહોચીને લેપટોપ અને મોબાઈલ જપ્ત કરી લિધા.
વાત ખરેખર આમ બની હતી કે લગભગ 11 વાગ્યે એક ગ્રામીણ કોઈ કારણસર વિદ્યાલયમાં ગયો હતો અને તેને જોયું કે ટીચર અબ્દુલ અન્સારી સાથે ટીચર દિનેશ કુમાર, રાજેન્દ્ર પ્રસાદ, સંજય કુમાર, અભિનંદન કુમાર, સોનાલીકા દેવી, લલીતા દેવી અને બાકી ના છોકરા અને છોકરીઓ અશ્લીલ ફિલ્મો જોઈ રહ્યા હતા. તેને ગામમાં જઈને આ વાત લોકો ને કહી અને જોત જોતામાં ઘણા લોકો ભેગા થઇ ગયા.

બધાએ આ દ્રશ્ય જોયું અને ગુસ્સામાં આવીને બધા ટીચરોને બંધક બનાવી લિધા અને પોલીસ ને જાણ કરી. ગામના લોકો બધા જ ટીચરોને હટાવવાની માંગ કરી રહ્યા છે. શિક્ષાઅધિકારીઓ એ આ ઘટનાની નિંદા કરી છે અને આખા મામલાની યોગ્ય જાંચ કરશે તેવી વાત કરી છે.












Click it and Unblock the Notifications
