ભાઇ ઓનલાઇન પોર્ન જોઇને બહેન સાથે કરતો યૌન શોષણ

અંગ્રેજી સમાચાર પત્ર ડેલી મેલના જણાવ્યા અનુસાર તે ચાર મહીના સુધી આ પ્રમાણે કરતો રહ્યો હતો. બાળકી જાણતી ન હતી કે તેનો ભાઇ તેની સાથે શું કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેને માતાને તેના ભાઇની હરકત વિશે જણાવ્યું તો માતાના હોંશ ઉડાવી દિધા. તેમને પુત્ર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પૂછપરછમાં આરોપીએ સ્વિકાર્યું હતું કે બહેન પ્રત્યે તેનો વ્યવહાર 'શરમજનક' અને 'ઘૃણાસ્પદ' હતું.
આરોપી હવે 18 વર્ષનો થઇ ચૂક્યો છે. લિવરપૂલ ક્રાઉન કોર્ટે તેને સાડા ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે, જજના જણાવ્યા અનુસાર તે એક ચાલાક યુવક છે, જે જાણૅતો હતો કે તે શું કરી રહ્યો હતો. જજ માર્ક બ્રાઉને કહ્યું હતું કે 'તું જાણતો હતો કે તારું કામ ધૃણાસ્પદ અને શરમજનક છે. તેમછતાં તુ તેને કરતો હતો.
જજના મત મુજબ છોકરાની હરકત ભદ્દી અને ભયાવહ હતી. મોટાપાના કારણે તેને સ્કુલમાં ખિજવવામાં આવતો હતો. તેને વધારે મિત્રો ન હતા. પિતાના મોત બાદ તે એકલો થઇ ગયો હતો. છોકરાએ પોતાની ભૂલ સ્વિકારી લીધી છે. તેની માતા અને પરિવાર છોકરાનુ નામ યૌન અપરાધ રજિસ્ટરમાં દાખલ કરી લેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
